સરકારી અનાજના સંચાલકો હડતાળ પર
પડતર માંગણીઓ અંગે ઉઠાવ્યું પગલું
ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન દ્વારા રજૂઆત
જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર
સંચાલકોની અચોક્કસ મુદ્દત માટે હડતાળની ચીમકી
દાહોદ જિલ્લાના સરકારી અનાજના સંચાલકોએ પડતર માંગણીઓને અંગે સરકાર સામે બાંયો ચડાવી છે.અને હડતાળ પર ઉતરવાની સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
દાહોદ જિલ્લાના સરકારી અનાજના સંચાલકો પડતર માંગણીઓ અંગે સરકાર સામે મેદાનમાં ઉતર્યા છે.ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનના નેજા હેઠળ સરકારી અનાજના વેપારીઓએ માંગણી કરી છે કે અનાજના વેચાણમાં મળતા કમિશન દરમાં વધારો તેમજ સમયસર કમિશનની ચુકવણી કરવા અંગે રજૂઆત કરવામાં આવી છે.તેમજ તકેદારી સમિતિમાં 11 લોકોમાંથી 8 લોકોના ફિંગર પ્રિન્ટ લેવા જેવી બાબત રદ કરવા અને હયાતીમાં થતી વારસાઈ પુનઃ શરૂ કરવામાં આવે તેવી માંગણીઓ કરવામાં આવી છે.આ સાથે જ સરકારી અનાજના સંચાલકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને પડતર માંગણીઓના યોગ્ય ન્યાય માટેની માંગણી કરીને જ્યાં સુધી પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવા માટેની ચીમકી ઉચ્ચારી હતી.