દાહોદ : 31stને લઈને તમામ ચેકપોસ્ટ પર પોલીસ તૈનાત, ડ્રોન કેમેરા અને બ્રીથ એનાલાઈઝરથી સઘન ચેકિંગ…

થર્ટી ફર્સ્ટની ઉજવણી પૂર્વે ગુજરાતને અન્ય રાજ્યો સાથે જોડતી તમામ બોર્ડરો પર રાજ્યના પોલીસ વિભાગ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે,

New Update
  • 31stની ઉજવણીને લઈને યુવાધનમાં છવાયો અનેરો ઉત્સાહ

  • ગુજરાત રાજ્યની બોર્ડરો પર પોલીસ દ્વારા સઘન ચેકીંગ

  • ઝાલોદ નજીક ઘાવડિયા ચેકપોસ્ટ પર ચેકિંગ હાથ ધરાયું

  • પોલીસે આવતા-જતાં તમામ વાહનોનું ચેકિંગ હાથ ધર્યું

  • બ્રીથ એનાલાઈઝર અને ડ્રોન કેમેરાથી પોલીસ દ્વારા ચેકિંગ

થર્ટી ફર્સ્ટની ઉજવણી પૂર્વે ગુજરાતને અન્ય રાજ્યો સાથે જોડતી તમામ બોર્ડરો પર રાજ્યના પોલીસ વિભાગ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છેત્યારે દાહોદ જિલ્લાના ઝાલોદ ગામ નજીક આવેલ ઘાવડિયા ચેકપોસ્ટ પર પોલીસે તમામ વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું.

નવા વર્ષ 2025ને આવકારવા યુવાધનમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફથર્ટી ફર્સ્ટને લઈને અનેક પાર્ટીઓના પણ આયોજનો પણ થવાના છે. થર્ટી ફર્સ્ટની રાત્રે લોકો નશાકારક દ્રવ્યોનું સેવન કરી નશામાં ધૂત થાય તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા રાજ્યભરમાં પોલીસ વિભાગ સજ્જ બન્યું છેત્યારે થર્ટી ફર્સ્ટને લઈ ગુજરાતને અન્ય રાજ્યો સાથે જોડતી તમામ બોર્ડરો પર પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. તેવામાં દાહોદ જિલ્લા પોલીસવડા ડો. રાજદીપસિંહ ઝાલાના આદેશ અનુસાર પોલીસ જવાનોએ ચેકિંગ હાથ ધર્યું છે. ગુજરાત અને રાજસ્થાનને જોડતી બોર્ડર પર આવેલ દાહોદના ઝાલોદ ગામ નજીક ઘાવડિયા ચેકપોસ્ટ પર પોલીસે તમામ વાહનોનું ચેકિંગ તેમજ વાહનમાં સવાર લોકો નશામાં છે કેકેમ તે માટે બ્રીથ એનાલાઈઝરજ્યારે ડ્રોન કેમેરા વડે બોર્ડરો ઉપર પણ સતત બાજ નજર રાખવામાં આવી રહી છે. દાહોદ જિલ્લા પોલીસવડાની સાથે સ્થાનિક પોલીસ LCB, SOGની ટીમ પણ જોડાઈ હતી.

Latest Stories