Connect Gujarat
ગુજરાત

દાહોદ: રેલ્વે લાઈનનો સામાન ચોરતી ગેંગ ઝડપાઈ,લાખોનો મુદ્દામલ કબ્જે કરાયો

રેલ્વેના પાટા તેમજ સ્લીપરોની ચોરી કરતી ગેંગના ચાર વ્યક્તિઓને દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે અંદાજે સાત લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી

X

દાહોદમા રેલ્વે પ્રિમાઈસીસમાં રેલ્વેના પાટા તેમજ સ્લીપરોની ચોરી કરતી ગેંગના ચાર વ્યક્તિઓને દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે અંદાજે સાત લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી રેલ્વે પ્રોટેક્શન ફોર્સને સોંપી દેવાયા હતા.

દાહોદ રેલ્વે સ્ટેશન નજીક બનેલ ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો હતો, જેમાં રેલ્વેના પાટા તેમજ સ્લીપરની ચોરી સીસીટીવી કેમેરાના માધ્યમથી તપાસ કરાઇ હતી, રેલ્વે કોલોનીમાં ટેકરી દવાખાનાની પાસેના રહેવાસી દિપક ઉર્ફે ગોલુ બિલવાલ, રતન દલસીંગ મેડા અને કનુ ચતુરસિંહ ઠાકોર તેમજ દર્પણ ટોકીઝ રોડ મારવાડી ચાલના રહેવાસી શુભમ મુકેશકુમાર મહંત સહીત ચાર લોકોને ઝડપી તેઓની ધનિષ્ટ પૂછપરછ કરતા સનસનાટી ભરી વિગતો બહાર આવવા પામી છે. જેમાં ઉપરોક્ત ચારેય લોકોએ એક માસ અગાઉ દાહોદ રેલ્વે મેડિકલ કોલોનીની નજીકમાં આવેલા રેલ્વેના લોખંડના પાટા તેમજ લોખંડના સ્લીપરની ચોરી કરી હતી. રેલ્વેની હદમા પડેલા લોખંડના પાટાની રેકી કર્યા બાદ ટ્રેકટરમાં ભરી લાવી ભંગારની દુકાનમાં વેચ્યા દીધા હતા . એલસીબી તેમજ રેલ્વે આરપીએફ પોલીસ પણ ચોકી ઉઠી હતી, રેલ્વેના જુના પાટા તેમજ સ્લીપરો મળીને કુલ રૂપિયા 6 લાખ 74 હજાર 760ના મુદ્દામાલ કબ્જે કરી ચારેય આરોપીઓનો કબ્જો મેળવી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Next Story