Connect Gujarat
ગુજરાત

દાહોદ: વર્ષોથી થતી ગાયગોહરીની અનોખી પ્રથા; જાણો, કેમ અને કેવી રીતે નિભાવાય છે આ પરંપરા

ગાંગરડી ખાતે વર્ષો જૂની પરંપરા ગ્રામવાસીઓએ ઉજવી ગાયગોહરીના પર્વે મોટુ આકર્ષણ જમાવ્યું હતું

દાહોદ: વર્ષોથી થતી ગાયગોહરીની અનોખી પ્રથા; જાણો, કેમ અને કેવી રીતે નિભાવાય છે આ પરંપરા
X

દાહોદ જિલ્લામાં છેલ્લા બે વર્ષોથી કોરોનાને કારણે બંધ પડેલા વર્ષો જુના પરંમપરાગત રીતે ઉજવાતા તહેવારોની પરંપરાઓ ફરીથી વેગ પકડી રહી છે.

આજે કોરોનાની ગાઈડ લાઈન સાથે ઓછી શ્રદ્ધાળુઓની સંખ્યા સાથે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં અને ગાંગરડી ગામે વર્ષો જૂની શ્રદ્ધાંથી ભરેલી પરંપરા ગ્રામવાસીઓએ ઉજવી હતી. આજે ગરબાડા અને ગાંગરડી ગામે વિવિધ તહેવારોની પારંપરિક ઉજવણી વર્ષો વર્ષથી થતી આવતી રહે છે, જેમાં ગાયગોહરીનો આજે નવા વર્ષના પહેલા દિવસથી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ગાયગોહરીનો પર્વ મોટુ આકર્ષણ જમાવ્યું હતું. આમતો તાલુકાના ત્રણ તહેવારો સૌથી પ્રખ્યાત છે જેમાં જેસાવાડાનો ગોળ ગધેડો, ગાંગરડીનો ચુલનો મેળો તેમજ ગરબાડાની ગાયગોહરી જોવીએ એક લ્હાવો ગણવામાં આવે છે. જેમાં ધરતીપુત્રો પોતાના પશુધનને શણગારવા માટે હજારો રૂપિયાનો ખર્ચ કરતા હોય છે અને દિવાળીના એક દિવસ પહેલાથી પોતાના પશુધનને શણગારવાની શુભ શરૂઆત કરે છે.

દાહોદ જિલ્લાની સૌથી મોટી ગાયગોહરી ગરબાડામાં નવાવર્ષના દિવસે ઉજવવામાં આવે છે. ગૌધન પ્રત્યેની કુશળતાને વ્યક્ત કરવા માટે વર્ષો વર્ષથી પારંપરિક રીતે આ ઉત્સવ મનાવવામાં આવે છે. આ ઉત્સવમાં હજારોની સંખ્યામાં પશુધનને શણગારી ઢોલ નગારા ત્રાસા અને ફાટકડાની આતસબાજી સાથે ગામના બજારોમાં દોડાવવામાં આવે છે અને દોડતા પશુઓના નીચે એક નહી પરંતુ અનેક ખેડૂતો દંડવત પ્રણામ કરીને પશુધનના દોડતા ટોળાની નીચે ઉંધા સુઈ જાય છે અને પશુઓના ટોળાને તેના ઉપરથી પસાર કરવામાં આવે છે, જે દિલ ધડક નજારો જોવા લાયક હોય છે. કહેવાય છે કે વર્ષો વર્ષ દરમિયાન પશુઓ પાસેથી કરાવેલા કામોને અને તેના જોડે કરેલા મારપીટના પ્રાયશ્ચિત રૂપે નવાવર્ષના દિવસે આ પરંપરાની નિભાવવામાં આવે છે.

Next Story