Connect Gujarat
ગુજરાત

દાહોદ : જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીનું ટ્રેન નીચે પડતું, તો મુવાલિયા ડેમમાંથી યુવકનો મૃતદેહ મળતા ચકચાર..!

દાહોદ જીલ્લાના મંડાવાવ ગામ નજીક રેલ્વે ટ્રેક ઉપર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીએ ટ્રેન નીચે પડતું મુક્યું હતું.

દાહોદ : જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીનું ટ્રેન નીચે પડતું, તો મુવાલિયા ડેમમાંથી યુવકનો મૃતદેહ મળતા ચકચાર..!
X

દાહોદ જીલ્લાના મંડાવાવ ગામ નજીક રેલ્વે ટ્રેક ઉપર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીએ ટ્રેન નીચે પડતું મુક્યું હતું. તો બીજી તરફ, મુવાલિયા ડેમમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી અનુસાર, દાહોદના ઇન્દોર અમદાવાદ હાઇવે નજીક શ્રીજી સોસાયટીમાં રહેતા અને જિલ્લા ગ્રામ એજન્સીમાં છેલ્લા 12 વર્ષથી નોકરી કરતા ઘનશ્યામ નટવરલાલ પટેલએ મંડાવાવ ગામ નજીક રાત્રીના જે તે સમયે અગમ્ય કારણોસર રેલ્વે ટ્રેક પર પડતું મુકી આપઘાત કર્યા હોવાનું જાણવા મળેલ છે. રેલ્વે ટ્રેક પર પડતું મૂકી આપઘાત કર્યા હોવાની જાણ દાહોદ રલ્વે રાજકીય પોલીસને તથા રેલ્વે રાજકીય પોલીસ ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહનો કબ્જો મેળવી ખાનગી એમ્યુલેન્સ મારફતે મૃતદેહને PM અર્થે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે તાલુકા પોલીસ દ્વારા પરીવાર જનોથી પૂછતાજ કરી અકસ્માતના મોતના ગુન્હાના કાગળો કરી આગળની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

તો બીજી તરફ, દાહોદના મુવાલિયા ડેમમાં બપોરના સમયે ગામના લોકોને પાણીમાં તારાઓ મૃતદેહ જોવા મળતા ગામના લોકોએ દાહોદ તાલુકા પોલીસને જાણ કરી હતી. જે બાદ તાલુકા પોલીસનો કાફલો મુવાલિયા ડેમમાં તપાસ અર્થે ઘસી ગયો હતો, અને અજાણ્યા યુવકનો મૃતદેહ પાણીમાં તરતો જોવા મળતા પોલીસે તપાસ શરૂ કરી હતી. તાત્કાલીક ફાયરના જવાનોને મુવાલિયા ડેમમાં અજાણ્યા યુવકની ડેડબોડી હોવાનું જણાવ્યું હતું, અને ફાયરના જવાનો મુવાલિયા ડેમ ખાતે ઘસી ગામના લોકોની મદદથી મૃતદેહને બહાર કાઢવા માટે લાકડાની નાવડી લઈને ગયા હતા. જેમાં ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢી અને ઝાયડસ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે આગળની કાર્યવાહી હાથ ધરી હતી, ત્યારે હાલ તો પોલીસે મરણ જનાર યુવકની મોતનું તારણ જાણવા માટે કાર્યવાહી હાથ ધરી છે. જોકે, મૃતક યુવક કયા ગામનો છે, કોણ છે, કેવી રીતે આ ઘટના બની તેની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.

Next Story