દમણ : દાદરા નગર હવેલી તથા દમણના તમામ બીચ પર પર્યટકોને NO ENTRY

સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીના તમામ બીચને પર્યટકો માટે બંધ કરી દેવાયાં છે.

દમણ  : દાદરા નગર હવેલી તથા દમણના તમામ બીચ પર પર્યટકોને NO ENTRY
New Update

સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીના તમામ બીચને પર્યટકો માટે બંધ કરી દેવાયાં છે. કોરોનાના વધતાં સંક્રમણને ધ્યાને રાખી બીચ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે...

દેશભરમાં ફરીથી કોરોનાની મહામારીએ માથુ ઉચકયું છે. ગુજરાતની પાડોશમાં આવેલાં દમણ અને દાદરા નગરહવેલીમાં પણ કોરોનાના કેસ વધી રહયાં છે. દમણ અને દાદરાનગર હવેલી ખાતે હજારોની સંખ્યામાં સહેલાણીઓ આવતાં હોવાના કારણે સંક્રમણ ફેલાવાનો ખતરો વધુ છે. અગમચેતીના ભાગરૂપે દમણના રામસેતુ બીચને શુક્રવાર, શનિવાર અને રવિવારના દિવસે બંધ રાખવાનું નકકી કરાયું છે. આ ઉપરાંત નાની દમણ અને મોટી દમણના તમામ બીચ પર્યટકો માટે બંધ કરી દેવાયાં છે. બીચ બંધ કરી દેવાયા બાદ પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. કોઇ પણ વ્યકતિ બીચ પર એકત્ર ન થાય તે માટે ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. કોરોનાના કેસ ઓછા થયા બાદ ગુજરાતમાંથી પણ રોજના હજારો લોકો દમણ અને દાદરાનગર હવેલી જતાં હોય છે ત્યારે હવે તેમણે પણ દમણ અને દાદરા નગર હવેલી જવાનું ટાળવું પડશે..

#ConnectGujarat #BeyondJustNews #Valsad #travel #Daman #beach #COVID19 #CORONAVIRUS #PrafulPatel #DamanPolice #Guideline2022 #Dadranagarhaveli #NoEntry
Here are a few more articles:
Read the Next Article