ડાંગ : અંગ દઝાડતી ગરમી વચ્ચે સાપુતારા પંથકના વાતાવરણમાં પલટો, કરા સાથે વરસાદની પધરામણી...

ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે, ત્યારે ડાંગ જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે.

New Update
ડાંગ : અંગ દઝાડતી ગરમી વચ્ચે સાપુતારા પંથકના વાતાવરણમાં પલટો, કરા સાથે વરસાદની પધરામણી...

ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે, ત્યારે ડાંગ જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. જિલ્લાના મુખ્ય મથક આહવા સહિત ગિરિમથક સાપુતારામાં ભારે પવન ફુંકાયો હતો. આ સાથે જ સાપુતારા સહીતના તળેટીય વિસ્તારમાં કરા સાથે ઝરમરીયો વરસાદ વરસ્યો હતો.

ડાંગ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતા ખેતીની તૈયારી કરતાં ખેડૂતોમાં તેની ભારે અસર જોવા મળી હતી. પવન અને વરસાદી કરા સાથે વરસાદ વરસી જતાં ડાંગ જિલ્લામાં આદર પ્રથાથી ખેતી કરતાં ખેડૂતોમાં મૂંઝવણ જોવા મળી હતી. વાતાવરણમાં પલટો આવવાં અંગે જાણકારોનું કહેવું છે કે, ઉનાળાના મધ્યમાં સવારના સમયે આ પ્રકારે પવન ફૂંકાવાની ઘટના બનતી હોય છે. તો બીજી તરફ, હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. ડાંગ જિલ્લામાં આગામી દિવસોમાં વરસાદ પડવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર અરબ સાગરમાં અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં વરસાદ વરસવાની શક્યતા કરવામાં આવી છે.

Latest Stories