/connect-gujarat/media/post_banners/48254acf7499838eabd99ea10027268f02c1d6787852561df76759d97d400755.webp)
ભારતના વિકાસ પુરુષ અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે, ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે શ્રી મોઢ મોદી, ગાંધી, તેલી સમાજ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારતને વિકાસપથ પર અગ્રેસર કરનાર રાષ્ટ્રસેવક નરેન્દ્ર મોદી સૌના સાથ-સૌના વિકાસની વિભાવના સાથે દેશને નવી સિદ્ધિઓ અપાવી રહ્યા છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે આહવા ખાતે આયોજિત રક્તદાન કેમ્પનું ઉદઘાટન ડાંગના ધારાસભ્ય વિજય પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાવિત, ભા.જ.પા. પ્રમુખ દશરથ પવાર સહિત સમસ્ત ગુજરાતી મોઢ મોદી સમાજ ટ્રસ્ટના ઉપપ્રમુખ ગિરીશ મોદી, કીરણ ગાંધી, છબીલદાસ વ્યવહારે વિગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમા 31 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.