Connect Gujarat
ગુજરાત

ડાંગ : આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ખેડૂતો પાસે કરાવાય હળદરની સફળ ખેતી...

ડાંગ : આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ખેડૂતો પાસે કરાવાય હળદરની સફળ ખેતી...
X

પરંપરાગત ખેતી પદ્ધતિથી હટકે, નવતર અને આધુનિક ખેત ઉત્પાદન તરફ વળી રહેલા ડાંગ જીલાના ખેડૂતોને તેમની સીમિત જગ્યામાં વધુ વળતર મળી રહે, તે દિશામાં વાળવાનો સ્તુત્ય પ્રયાસ ડાંગ જિલ્લાના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા હાથ ધરવામા આવી રહ્યો છે.

ખાસ કરીને નાગલી, વરઇ, અડદ અને ડાંગરનું જ મહતમ વાવેતર કરતા, ડાંગ જિલ્લાના ખેડૂતોને મૂલ્યવર્ધિત ખેત ઉત્પાદન તરફ પ્રોત્સાહિત કરીને તેમની આવક વધારવાના પ્રયાસના ભાગરૂપે, ડાંગ જિલ્લાની પ્રાયોજના વહીવટદારની કચેરી દ્વારા, જિલ્લાના ત્રણેય તાલુકાઓના ૧૬૦ લાભાર્થી ખેડૂતોને પ્રાયોગિક ધોરણે હળદરની ખેતી કરાવવામાં આવી છે. આહવા તાલુકાના ૬૦ અને વઘઇ તથા સુબીર તાલુકાના પસંદગીના ૫૦/૫૦ ખેડૂતોને પ્રાયોજના કચેરીની ગ્રાન્ટમાંથી હળદરનું વાવેતર કરાવવામાં આવ્યુ છે. તેમ જણાવતા પ્રાયોજના વહીવટદાર કે.જે.ભગોરાએ, ઔષધિય પાક ઉત્પાદનના આ નવતર પ્રયોગથી અહીના ખેડૂતો પોતાની સીમિત જગ્યામાં, અન્ય પાક ઉત્પાદનની સરખામણિયાએ વધુ ઉત્પાદન મેળવી શકે છે,

તેમ ઉમેર્યું હતું. ડાંગ જિલ્લાની પ્રાયોજના વહીવટદારની કચેરી દ્વારા વિવિધ ખેતલક્ષી યોજનાઓ જેવી કે, બાગાયતી પાકો, શાકભાજી પાકો, બિયારણ, કીટસ, ખેત ઓજારો, જૈવિક ખાતરનો ઉપયોગ તથા એ અંગેની પ્રોત્સાહક શિબિરો વિગેરે માટે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કુલ રૂ. ૪૨૬.૯૬ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેનો લાભ અહીના ૨૭૨૩૨ ખેડૂત લાભર્થીઓ લઇ ચૂક્યા છે.

Next Story