ડાંગ : 'ક્લીન ઈન્ડિયા' કાર્યક્રમ અંતર્ગત માહિતી કચેરી-આહવા ખાતે વૃક્ષારોપણ કરાયું...

New Update

ડાંગ જિલ્લાના આહવા સ્થિત માહિતી કચેરીના પટાંગણામાં 'ક્લીન ઈન્ડિયા' કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.'ક્લીન ઈન્ડિયા' પ્રોગ્રામના ચોથા દિવસે નિયત કાર્યક્રમ અનુસાર ડાંગ જિલ્લા માહિતી કચેરી-આહવા ખાતે વૃક્ષારોપણ કરાયું હતું. આ પ્રસંગે કચેરીના પટાંગણામાં સ્થાનિક વન વિભાગના સહયોગથી હરડે, આમળા, સેવન, અને અર્જુન સદડ જેવા ઔપધિય વૃક્ષોનુ વાવેતર કરી, કર્મચારીઓએ તેના જતન, સંવર્ધનની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.