લોકસભા ચૂંટણી 2024ને લઈને વિરોધ પક્ષોના નેતાઓ એકબીજાને મળી રહ્યા છે. ઘણા નેતાઓ ભાજપને સત્તા પરથી હટાવવા માટે વિપક્ષી પાર્ટીઓ એકસાથે આવે તેવા પ્રયાસો કરી રહ્યા છે. આ અંતર્ગત NCP નેતા શરદ પવાર ગુરુવારે સાંજે રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળ્યા હતા. આ બેઠક દિલ્હીમાં ખડગેના નિવાસસ્થાને થઈ હતી. આ પહેલા રાહુલ બુધવારે નીતિશ કુમારને મળ્યા હતા.બેઠક બાદ રાહુલે કહ્યું કે અમે બધા એક છીએ. સાથે જ ખડગેએ કહ્યું કે અમે દેશ અને લોકતંત્રને બચાવવા માટે એક થઈને લડવા માટે તૈયાર છીએ. શરદ પવારે કહ્યું કે હું ઈચ્છું છું કે તમામ વિરોધ પક્ષના નેતાઓ સાથે વાતચીત થવી જોઈએ. મમતા બેનર્જી અને અરવિંદ કેજરીવાલ સાથે પણ વાત કરવી જોઈએ. આપણે જઈને તેમની સાથે વાત કરવી જોઈએ. અમે વિપક્ષને એક કરવા માટે બધાને સાથે લઈને આગળ વધીશું.
દિલ્હી:લોકસભા ચૂંટણી 2024 બાબતે શરદ પવારે ખડગે અને રાહુલ સાથે મુલાકાત કરી
લોકસભા ચૂંટણી 2024ને લઈને વિરોધ પક્ષોના નેતાઓ એકબીજાને મળી રહ્યા છે.
New Update
Latest Stories