Connect Gujarat
ગુજરાત

દસાડા ધારાસભ્યનું શક્તિ પ્રદર્શન : પાટડીમાં 40થી વધુ સરપંચોનો સન્માન સમારોહ યોજાયો

પેટા- આગામી વિધાનસભા ચૂંટણી પહેલાનુ આ ટ્રેલર છે, સરપંચોના વિકાસ કાર્યો થકી દસાડા તાલુકાને ગુજરાતનો આદર્શ તાલુકો બનાવવાનો છે : ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકી

દસાડા ધારાસભ્યનું શક્તિ પ્રદર્શન : પાટડીમાં 40થી વધુ સરપંચોનો સન્માન સમારોહ યોજાયો
X

પેટા- આગામી વિધાનસભા ચૂંટણી પહેલાનુ આ ટ્રેલર છે, સરપંચોના વિકાસ કાર્યો થકી દસાડા તાલુકાને ગુજરાતનો આદર્શ તાલુકો બનાવવાનો છે : ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકી

તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જીતેલા કોંગ્રેસના સરપંચોનો ધારાસભ્યની અધ્યક્ષતામાં સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં વિધાનસભા ચૂંટણી પહેલા દસાડા ધારાસભ્યએ શક્તિ પ્રદર્શન યોજી પાટડીમાં 40થી વધુ સરપંચોનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ધારાસભ્યએ જણાવ્યું હતુ કે, આગામી વિધાનસભા ચૂંટણી પહેલાનુ આ ટ્રેલર છે, સરપંચોના વિકાસ કાર્યો થકી દસાડા તાલુકાને ગુજરાતનો આદર્શ તાલુકો બનાવવાનો છે.

તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સુરેન્દ્રનગર જીલ્લામાં સૌથી વધુ દસાડાની 88માંથી 75 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર કરાઇ હતી. જેમાં ચૂંટણી પહેલા 13 ગ્રામ પંચાયતો સમરસ ગ્રામ પંચાયત જાહેર થઇ હતી. અને બાકીની 58 ગ્રામ પંચાયતોની 19મી ડિસેમ્બરે ચૂંટણી યોજાયા બાદ 21મી ડિસેમ્બરે પરિણામો જાહેર કરાયા હતા. જેમાં આજે પાટડી કડવા પાટીદાર હોલ ખાતે દસાડાના ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકીની અધ્યક્ષતામાં કોંગ્રેસના જીતેલા સરપંચોનો સન્માન સમારોહ યોજાયો હતો.

જેમાં વિધાનસભા ચૂંટણી પહેલા દસાડા ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકીએ શક્તિ પ્રદર્શન યોજી પાટડીમાં 40થી વધુ સરપંચોનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકીએ જણાવ્યું હતુ કે, આગામી વિધાનસભા ચૂંટણી પહેલાનુ આ ટ્રેલર છે, સરપંચોના વિકાસ કાર્યો થકી દસાડા તાલુકાને ગુજરાતનો આદર્શ તાલુકો બનાવવાનો છે. ગામનો દરેક વ્યક્તિ જ્યારે એમ કહે કે, આ સરપંચ મારો છે ત્યારે એ જીત સાર્થક કહેવાય. જ્યારે ધારાસભ્ય કે સાંસદને ધ્વજ ફરકાવવાનો અધિકાર નથી જ્યારે સરપંચ એના ગામમાં ધ્વજ ફરકાવે ત્યારે પોલિસ અધિકારી પણ સલ‍ામી આપે છે. એ જ રીતે ધારાસભ્ય કે સાંસદને ચેકમાં સહી કરવાનો અધિકાર નથી જ્યારે સરપંચને વિકાસ કામમાં ચેકમાં સહી કરવાનો અધિકાર છે.

ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકીએ જણાવ્યું કે, આજે આ સન્માન સમારોહમાં દસાડા તાલુકાના 40થી વધુ સરપંચોનું શાલ ઓઢાડી, પાઘડી પહેરાવી અને ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતુ. જ્યારે 10થી વધુ સરપંચો બહારગામ કે કામમાં વ્યસ્તતાના લીધે કાર્યક્રમમાં ન પહોંચી શક્યાનો મેસેજ હતો. જેમાં ખારાઘોડા, દસાડા, બજાણા, સુરેલ સહિતના મોટા ગામડાઓમાં કોંગ્રેસના સરપંચોનો ભવ્ય વિજય થયો છે. અને ભાજપના તાલુકા પ્રમુખ અને જિલ્લ‍ા પંચાયતના સભ્યોના પરિવારજનોની ભુંડી હાર થઇ છે. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પાટડીના વિક્રમભાઇ રબારીએ કર્યું હતુ. આ કાર્યક્રમમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઇ રથવી, લાલાભાઇ પટેલ, ફારૂક સરકાર, પરમાભાઇ રથવી, મેતુભા ઝાલા અને નિમીષભાઇ ઝીંઝુવાડીયા સહિતના રાજકીય આગેવાનો અને તાલુકા ભરમાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો હાજર રહ્યાં હતા.

Next Story