દેવભૂમિ દ્વારકા : નવા વર્ષના વધામણાં સાથે ભગવાન દ્વારકાધીશના દર્શને ઉમટ્યો શ્રદ્ધાળુઓનો જનસાગર...

દેવભૂમિ દ્વારકા સ્થિત જગત મંદિર ખાતે દિવાળીના તહેવારોમાં નવા વર્ષનો પ્રારંભ કરવા તેમજ ભગવાન દ્વારકાધીશના દર્શન માટે શ્રદ્ધાળુઓનો જનસાગર ઉમટ્યો છે.

New Update
  • દિવાળી પર્વ નિમિત્તે જગત મંદિરે ઊમટ્યા શ્રધ્ધાળુઓ

  • દિપાવલી-નવા વર્ષના પ્રારંભે યાત્રિકોનો જમાવડો જામ્યો

  • જગત મંદિરને સુંદર રોશનીથી શણગાર કરવામાં આવ્યો

  • દેવ દર્શનને લઈને ભક્તોમાં આનંદની લાગણી છવાઈ

  • રેસ્ટોરન્ટ સહિતના નાના-મોટા ધંધામાં પણ તેજી આવી

દેવભૂમિ દ્વારકા સ્થિત જગત મંદિર ખાતે દિવાળીના તહેવારોમાં નવા વર્ષનો પ્રારંભ કરવા તેમજ ભગવાન દ્વારકાધીશના દર્શન માટે શ્રદ્ધાળુઓનો જનસાગર ઉમટ્યો છે.

હાલ ચાલી રહેલા દિવાળીના તહેવારો અને વેકેશન દરમ્યાન દેવભૂમિ દ્વારકા સ્થિત જગત મંદિરે શ્રધ્ધાળુઓનું ઘોડાપૂર ઊમટ્યું છે. જેમાં દિપાવલી અને નવા વર્ષના પ્રારંભે યાત્રિકોનો જમાવડો જામ્યો છે. દિવાળીના પાવન પર્વે જગત મંદિરને સુંદર રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે. ભગવાન દ્વારકાધીશના દર્શન સાથે નવા વર્ષનો પ્રારંભ કરવા યાત્રિકો દ્વારકા પહોંચી રહ્યા છેત્યારે ભક્તોમાં પણ આનંદની લાગણી છવાઈ છે.

દીપાવલી પર્વ પર ભક્તો મંગળા આરતી તેમજ ભગવાનના વિવિધ સ્વરૂપના દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવતા હોય છે. આ વર્ષે દ્વારકામાં રોનક જોવા મળી રહી છે. દીપાવલી પર્વ પર યાત્રિકોની અવરજવર વધતા હોટેલ ઉદ્યોગને ખૂબ મોટો ફાયદો થયો છે. આ વર્ષે દિવાળીએ રેસ્ટોરન્ટ સહિતના નાના-મોટા વેપારીઓ તેમજ ટ્રાવેલ્સના ધંધામાં તેજી આવી છે. જેના કારણે યાત્રિકો પર નિર્ભર રહેતા દ્વારકા નગરીના લોકોમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Latest Stories