દેવભૂમિ દ્વારકા : અનંત અંબાણીની દ્વારકાધીશ મંદિર સુધીની પદયાત્રા સંપન્ન, દ્વારકા નગરીમાં અંબાણી પરિવારના હર્ષભેર વધામણાં...

રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણી સતત 10 દિવસ સુધી 115 કિલોમીટરની પદયાત્રા કરીને આજે દ્વારકાધીશના મંદિરે પહોંચ્યા હતા, ત્યારે દ્વારકા નગરીમાં સ્થાનિકોએ અંબાણી પરિવારના હર્ષભેર વધામણાં કર્યા હતા.

New Update
  • દેશના સૌથી ધનાળ્ય પરિવારના પુત્ર અનંત અંબાણીની પદયાત્રા

  • અનંત અંબાણીની દ્વારકાધીશ મંદિર સુધીની પદયાત્રા સંપન્ન થઈ

  • દ્વારકા નગરી તેમજ આસપાસના રહેવાસીઓ દ્વારા હર્ષભેર વધામણાં

  • શારદાપીઠના નેતૃત્વમાં તમામ જ્ઞાતિ-સમુદાયોએ ભાવભેર વધાવ્યા

  • રામનવમીના પર્વની અંબાણી પરિવારે સૌકોઈને શુભેચ્છા પાઠવી

Advertisment

રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણી સતત 10 દિવસ સુધી 115 કિલોમીટરની પદયાત્રા કરીને આજે દ્વારકાધીશના મંદિરે પહોંચ્યા હતાત્યારે દ્વારકા નગરીમાં સ્થાનિકોએ અંબાણી પરિવારના હર્ષભેર વધામણાં કર્યા હતા.

સનાતન ધર્મ પર અતૂટ શ્રદ્ધા ધરાવતા દેશના સૌથી ધનાળ્ય પરિવારના સુપુત્ર અનંત અંબાણી દ્વારા તેમના નિવાસસ્થાન રિલાયન્સ ગ્રીન્સથી રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારકાધીશ મંદિર સુધી 115 કિ.મી.ની પદયાત્રા રામનવમીના પાવન દિને સંપન્ન થઈ છે. આ પદયાત્રાને સનાતન ધર્મના જગદગુરુ શંકરાચાર્યજીના શ્રી શારદામઠમાંથી બ્રહ્મચારી શ્રી નારાયણાનંદજીના નેતૃત્વમાં દ્વારકાના તમામ જ્ઞાતિ-સમાજોહોટેલ એસોસિયેશનવેપારી મંડળોસામાજિક સંસ્થાઓ તથા નગરશ્રેષ્ઠીઓએ વધાવી હતી. અનંત અંબાણીએ પધ્યાત્રાના સમાપન પ્રસંગે પવિત્ર ગોમતીઘાટની મુલાકાત લઈને ગોમતીપૂજન કર્યું હતુંતથા શારદાપીઠ ખાતે શ્રી પાદૂકા પૂજનનો લાભ લીધો હતો. આ ઉપરાંત બ્રહ્મચારી નારાયણાનંદજીના આશીર્વચન મેળવી તેમણે દ્વારકાધીશની ધજાનું પૂજન પણ કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી દ્વારકાધીશ દેવસ્થાન સમિતિ દ્વારા તેઓનું અભિવાદન કરાયું હતું.

જોકેછેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી અનંત અંબાણીની પદયાત્રાની પૂર્ણાહૂતિને ઉજવવા દ્વારકાવાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળ્યો હતો. એટલું જ નહીંદૂરદૂરથી જગતમંદિરને નિહાળી શકાય તે માટે મંદિરને રોશનીથી ઝળહળતું કરવામાં આવ્યું હતું. મંદિર પરિસર ઉપરાંત ગર્ભગૃહની આકર્ષક અને સુગંધીદાર પૂષ્પો વડે નયનરમ્ય સજાવટ કરવામાં આવી હતી. આ પદયાત્રાના વધામણા કરતા રબારી-માલધારી સમાજના લોકોએ કાળિયા ઠાકરના ભક્ત અનંત અંબાણીનું પોતાના પારંપરિક અને સાંસ્કૃતિક વિધિવિધાનથી સ્વાગત કર્યું હતું. અનંત અંબાણીના સ્વાગતમાં દૂરદૂરથી હાથી-ઘોડા લાવીને તેની અનેરી સજાવટ કરીને પદયાત્રાને શોભાયમાન કરવામાં આવી હતી. આ પ્રસંગે 400થી ઋષિકુમારો તથા 250થી વધુ ભૂદેવો વેદોક્ત મંત્રોચ્ચાર સાથે મંગલગાન કરતા મંદિર સુધી પદયાત્રામાં જોડાયા હતા. દ્વારકા નગરને જુદાજુદા ક્ષેત્રના કલાકારોએ પોતાની કલાના અદભુત પ્રદર્શન થકી શોભાવી હતી.

આ પ્રસંગે અંબાણી પરિવાર દ્વારા દ્વારકાના સમસ્ત નગરજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા તમામ જ્ઞાતિના આશરે 10 હજાર જેટલા પરિવારના 1 લાખથી વધુ સભ્યોની પ્રસાદિ સેવા કરવામાં આવી હતી. આ ઉપરાંત રામનવમીના પવિત્ર દિવસે દ્વારકાધીશના દર્શને આવેલા તમામ શ્રદ્ધાળુઓને અંબાણી પરિવાર તરફથી પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. જગતમંદિરના સ્વર્ગદ્વાર પર આવેલા અન્નક્ષેત્રમાં દિવસ દરમિયાન સતત અન્નસેવા ચાલુ રાખવામાં આવી હતી. એટલું જ નહીંમંદિર પરિસરના આજુબાજુના તમામ વિસ્તારોમાં પણ દિવસ દરમિયાન પ્રસાદ સેવા અવિરત જારી રહી હતી. શારદાપીઠનı નેતૃત્ત્વમાં સ્થાનિક વહીવટીતંત્રનગરપાલિકા અને મંદિર પ્રશાસનનો સયોગસમાજના તમામ વર્ગના તમામ લોકોનો સ્વયંભૂ ઉત્સાહઉપસ્થિત સંતો-મહંતોના આશીર્વાદ અને આગેવાનોની શુભેચ્છાએ અનંત અંબાણીની પદયાત્રાની પૂર્ણાહૂતિના આ પ્રસંગે સોનામાં સુગંધ ભેળવવાનું કાર્ય કર્યું હતું.

 

Advertisment
Read the Next Article

ભાવનગર : કમોસમી વરસાદ અને ડુંગળીનાં ભાવ તળિયે જતા ધરતીપુત્રોની હાલત દયનીય બની,ખેડૂતે કર્યો કસ્તુરી સમાન પાકનો નાશ

મહુવા સફેદ ડુંગળીનું પીઠું ગણવામાં આવે છે.પરંતુ હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનો ભાવ નહિ મળવાથી ડુંગળીના પાક પર ખેડૂત દ્વારા રોટાવેટર ચલાવી ડુંગળીનો નાશ કર્યો

New Update
  • મહુવામાં ખેડૂતોને પડતા પર પાટુ

  • સફેદ ડુંગળીના ભાવ નીચા મળતા નિરાશા

  • કમોસમી વરસાદે પણ ખેડૂતોની મુશ્કેલી વધારી

  • ખેડૂતે રોટવેટર ફેરવીને ડુંગળીનો કર્યો નાશ

  • સરકાર પાસે પોષણક્ષમ ભાવ માટે કરી માંગ

Advertisment

ભાવનગર જિલ્લો ડુંગળી ઉત્પાદનનું મોટું હબ ગણાય છે.જેમાં ખાસ કરીને મહુવા સફેદ ડુંગળીનું પીઠું ગણવામાં આવે છે. પરંતુ હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનો ભાવ નહિ મળવાથી ડુંગળીના પાક પર ખેડૂત દ્વારા રોટાવેટર ચલાવી ડુંગળીનો નાશ કર્યો હતો.જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ભાવનગર જિલ્લામાં તળાજા,મહુવાગારીયાધાર,સાથે રાજુલા સહિતના વિસ્તારમાં ડુંગળી ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય છે.જ્યારે મહુવા પંથક અને આસપાસના વિસ્તારમાં સફેદ ડુંગળીનું ઉત્પાદન વધારે કરવામાં આવે છે. તેમજ મહુવામાં ડિહાઇડ્રેશન પ્લાન પુષ્કળ હોવા થી મહુવા માર્કેટિંગ યાર્ડમાં અનેક ખેડૂતો ડુંગળી વેચવા આવતા હોય છે. પરંતુ તાજેતરમાં ડુંગળીની આવક મોટા પ્રમાણમાં થઈ છે.પરંતુ ભાવ તળિયે બેસી જતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે.

જેને લઈને મહુવાના ઉગલવાણ ગામમાં ખેડૂતોએ સફેદ ડુંગળીના બસોથી ત્રણ સો વિઘાના ડુંગળીના ઉભા પાક પર રોટાવેટર ચલાવી ડુંગળીનો નાશ કર્યા છે. જેમાં એક ખેડૂત નો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સતત ડુંગળીના ભાવ તળિયે પહોંચતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે.

મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે 1 લાખ 75 હજાર ગુણીની આવક થઇ છે. પરંતુ ગરીબોની કસ્તુરી નો ભાવ પાણી ભાવે અને પડ્યા ઉપર પાટુ પડે એમ હરાજી બોલાઈ છે. ત્યારે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી મહુવા પંથકમાં સફેદ અને લાલ એમ બે વકલમાં તૈયાર થાય છે.મહુવા માર્કેટીંગ યાર્ડમાં સફેદ ડુંગળીનો ભાવ એક કિલોના 60 પૈસા થી ઉંચો ભાવ 8.95 ભાવ રહ્યો છે.જે ખેડૂતોને બિયારણના ભાવ કરતા પણ ઓછો છે.

મહુવા માર્કેટીંગ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ સતત નીચા જતા ખેડૂતોને પડ્યા પર પાટુ જેવો સમય જોવા મળ્યો છે.અને કમોસમી વરસાદ અને બીજી બાજુ ડુંગળીના ભાવ તળિયે જતા મહુવા માર્કેટીંગ યાર્ડમાં આજરોજ 1 મણનો નીચો ભાવ રૂપિયા 12 થી ઉંચો ભાવ રૂપિયા 170 મળ્યો હતો. જેને લીધે ડુંગળીના ભાવ ખેડૂતની પરેશાનીમાં વધારો કરી રહ્યા છે.

Advertisment