/connect-gujarat/media/post_banners/a2622c55d0eb6879d43076977d3093b53337bfe81061fa4a57a3b0ff0ddf8cb6.jpg)
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં વરસાદી પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જતી હોઈ છે જેને લઇને આ વિસ્તારની સમીક્ષા કરવા જિલ્લા કલેકટર સહિત ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા હતા અને તંત્ર દ્વારા તમામ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, ત્યારે રાવલ ગામ કે જેમાં પાણી ભરાવાની સમસ્યા છેલ્લા ત્રણેક વર્ષથી સર્જાઈ છે જેના કારણે સ્થાનિક લોકોને પરેશાનીનો સામનો કરવો પડતો હોઈ છે ત્યારે જિલ્લા કલેકટર એમ.એ.પંડ્યા અને જિલ્લા વિકાસ અધિકારી સહિત વહીવટી તંત્રના અધિકારી અને રાવલ નગર પાલિકાના પ્રમુખ સહિતના આગેવાનોએ રાવલ ગામમાં પાણી ભરાતા વિસ્તારની સ્થળ પર જઈ અને સમીક્ષા કરી હતી. સાથે સાથે પાણીનો યોગ્ય નિકાલ થાય તે અંગે તમામ તકેદારી રાખવા સ્થાનિક તંત્રને જિલ્લા કલેકટર એ સૂચનાઓ આપી હતી જ્યારે ગામમાં રહેલા સગર્ભા બહેનોની, વૃધો, અશક્ત લોકોની યાદી બનાવી જરૂર પડ્યે અન્ય સ્થળ પર રહેવાની વ્યવસ્થા કરવા માટે પણ સૂચનાઓ આપી હતી.