Connect Gujarat
ગુજરાત

દેવભૂમિ દ્વારકા : સાની ડેમના સમારકામની કામગીરી મંદ, ખેડૂતો દ્વારા કરાયો અનોખો વિરોધ...

ગુજરાત કિસાન કોંગ્રેસના આગેવાનોએ સહયોગ આપી અનોખો વિરોધ દર્શાવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી સાની ડેમનું કામ ગોકળ ગાયની ગતિએ થતું હોવાથી

દેવભૂમિ દ્વારકા : સાની ડેમના સમારકામની કામગીરી મંદ, ખેડૂતો દ્વારા કરાયો અનોખો વિરોધ...
X

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના સાની ડેમ ખાતે ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત કિસાન કોંગ્રેસના આગેવાનોએ સહયોગ આપી અનોખો વિરોધ દર્શાવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી સાની ડેમનું કામ ગોકળ ગાયની ગતિએ થતું હોવાથી આસપાસના ખેડૂતોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સરકારના નીતિ નિયમો સાથે છેલ્લા 2 વર્ષથી ડેમ નું કામ થઈ રહ્યું છે. પરંતુ હજુ સુધી ડેમના કોઈપણ દરવાજાનું કામ યોગ્ય થયું નથી. જેથી ખેડૂતો અને આસપાસના ગ્રામજનોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે.

જોકે, સાની ડેમ દ્વારકા જિલ્લાનો સૌથી મોટો ડેમ છે. આ ડેમમાંથી 3 પાલિકા અને 110 જેટલા ગામોને પીવાનું તેમજ ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવતું હતું. જે છેલ્લા 2 વર્ષથી સમારકામ હાથ ધરવાની શરૂઆત કર્યા બાદ બંધ થયું છે. જેથી હવે સાની કાંઠાના ગામોના ખેડૂતો વિરોધમાં જોડાયા છે. સાની ડેમ ખાતે સૂર્યનારાયણને જળ ચઢાવી અને હવન સાથે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, ત્યારે કિસાન કોંગ્રેસ અને ખેડૂતો દ્વારા આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Next Story