બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે, ત્યારે રૂપેણ બંદરના નીચાણવાળા વિસ્તારોમાંથી અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
સમગ્ર રાજ્યમાં સંભવિત બિપરજોય વાવાઝોડાની સ્થિતિને અનુલક્ષી ગુજરાત સરકાર દ્વારા રાહત અને બચાવ તેમજ લોકોના સ્થળાંતર માટે કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે દેવભૂમિ દ્વારકા જીલ્લામાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ દ્વારા બિપરજોય વાવાઝોડા સંદર્ભે બચાવ કામગીરી વધુ તેજ બનાવી છે. NDRF ટીમ-6એ રૂપેણ બંદર ખાતે નીચાણવાળા વિસ્તારમાંથી 72 નાગરિકોને સલામત સ્થળે ખસેડ્યા છે, જ્યારે અસરગ્રસ્તોને દ્વારકાની NDH શાળા ખાતે જરૂરી સુવિધાઓ સાથે આશ્રય આપવામાં આવ્યો છે.