માઁ નર્મદાની પંચકોશી પરિક્રમામાં ઉમટતુ શ્રદ્ધાળુઓનું કિડીયારૂ,પરિક્રમાવાસીઓએ કર્યો ધન્યતાનો અનુભવ

નર્મદા જિલ્લામાંથી પસાર થતી ઉત્તર વાહિની નર્મદાની એક મહિના સુધી યોજાતી પંચકોશી પરિક્રમા હાલ તેના મધ્યાંતરે પહોંચી છે.

New Update
a

નર્મદા જિલ્લામાંથી પસાર થતી ઉત્તર વાહિની નર્મદાની એક મહિના સુધી યોજાતી પંચકોશી પરિક્રમા હાલ તેના મધ્યાંતરે પહોંચી છે.

Advertisment

ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્રના સહીયારા પ્રયત્નોથી પરિક્રમાર્થીઓ માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. પરિક્રમાને 15 દિવસ પૂર્ણ થઈ ગયા છે. અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓએ પરિક્રમા કરી માઁ નર્મદાના આશીર્વાદ મેળવ્યા છે.

પરિક્રમા અર્થે જાહેર રજા અને તહેવારોના સમયમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવી રહ્યાં છે. શનિવારે રાત્રિના સમયે લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવતા જિલ્લા કલેકટર એસ. કે. મોદીના માર્ગદર્શન હેઠળ જિલ્લા અને તાલુકાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓકર્મચારીઓ 24 કલાક સેવા આપી રહ્યા છે.શ્રધ્ધાળુઓની સલામતી માટે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સીધી દેખરેખ હેઠળ પોલીસ અધિકારીઓપોલીસ જવાનો અને હોમગાર્ડના જવાનો પણ દિવસ રાત ખડે પગે સલામતી અંગેની કામગીરી કરી રહ્યા છે. 

પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓને કોઈપણ આરોગ્ય લક્ષી જરૂર જણાય તો આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગ પણ આવા શ્રદ્ધાળુઓને પૂરતો સહયોગ આપી તેઓને સલામત રીતે પરિક્રમા કરાવી રહ્યા છે. શનિવારે રાત્રે વડોદરાના અકોટા વિસ્તારમાં રહેતા 65 વર્ષિય મીરાબેન નિર્મલભાઈ પારેખ પરિવાર સાથે પરિક્રમા અર્થે આવ્યા હતા. તેઓને રસ્તામાં ગભરાટ થતા પોલીસના જવાનોએ તેમને પોલીસ વાનમાં બેસાડી મેડિકલ કેમ્પ સુધી પહોંચાડી પ્રાથમિક સારવાર કરાવી પરિવાર સાથે મોકલ્યા હતા.

રેંગણઘાટ અને રામપુરા ઘાટ વચ્ચે નાવડીઓનું પૂરતા પ્રમાણમાં સંચાલન થઈ રહ્યું હોવાથી શ્રદ્ધાળુઓ સમયસર પરિક્રમા પૂર્ણ કરી ધન્યતા અનુભવી નર્મદે હરના નાદ સાથે ગુજરાત સરકાર અને નર્મદા જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરી આનંદની અનુભૂતિ કરી રહ્યા છે.

Advertisment
Latest Stories