બનાસકાંઠા : ભાદરવી પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી અંબાજી મંદિરે દર્શનના સમયમાં ફેરફાર કરાયો, જાણો આરતી-દર્શનનો સમય..!

આગામી તા. 7મી સપ્ટેમ્બરના ભાદરવી પૂનમને રવિવારને દિવસે ચંદ્રગ્રહણ હોવાથી અંબાજી મંદિરના દર્શન અને ધજા ચડાવવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો..

New Update
  • માઈભક્તોની આસ્થાનું કેન્દ્ર યાત્રાધામ અંબાજી મંદિર

  • ભાદરવી પૂનમે ચંદ્રગ્રહણને લઈ દર્શનના સમયમાં ફેરફાર

  • તા. 7મી સપ્ટેમ્બરના રોજ બપોર સુધી દર્શન કરી શકાશે

  • સાંજે 5 વાગ્યા બાદ મંદિર સંપૂર્ણપણે બંધ રહેશે : ટ્રસ્ટ

  • માઈભક્તોને નોંધ લેવા મંદિર ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરાયો 

આગામી તા. 7મી સપ્ટેમ્બરના રોજ ચંદ્રગ્રહણ હોવાથી સાંજે 5 વાગ્યા બાદ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરે દર્શન અને ધજા ચડાવવાના સમયમાં ફેરફાર કરવા અંગે મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

આગામી તા. 7મી સપ્ટેમ્બરના ભાદરવી પૂનમને રવિવારને દિવસે ચંદ્રગ્રહણ હોવાથી અંબાજી મંદિરના દર્શન અને ધજા ચડાવવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેની સર્વે માઈભક્તોએ નોંધ લેવા મંદિર વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે. શ્રી આરાસુરી અંબાજી માતાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલે ભાદરવી પુનમના ચંદ્રગ્રહણને અનુલક્ષીને જણાવ્યું હતું કેઆ દિવસે બપોરે 12:30 કલાક સુધી માઇભકતો મંદિરમાં દર્શન કરી શકશેતેમજ ધજા ચડાવી શકશે. જ્યારે 12:30 પછી દર્શન કરી શકાશે નહીઅને ધજા ચડાવી શકાશે નહી. ત્યારબાદ સાંજે 5 વાગ્યા સુધી માઈભકતો જાળીમાંથી દર્શન કરી શકશે. સાંજે 5 વાગ્યા પછી મંદિર સંપૂર્ણપણે બંધ રહેશેજેની નોંધ લેવા સર્વે માઈભક્તોને મંદિર ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરાયો છે.

 ચંદ્રગ્રહણ દિવસે આરતી અને દર્શનનો સમય :

તા. 07/09/2025 (રવિવારને પૂનમના દિવસે ચંદ્ર ગ્રહણ હોવાથી)

આરતી સવારે : 09:00થી 09:30

દર્શન સવારે : 09:00થી 10:00

દર્શન બંધ : સવારે 10:00થી 12:00

શયનકાળ આરતી : 12:00થી 12:30

 બંધ મંદિરમાં જાળીમાંથી દર્શન :

દર્શનનો સમય : 12:30થી 17:00

દર્શન બંધ : સાંજે 17:00થી... 

નોંધ :- તા. 7-9-2025ના રોજ ચંદ્રગ્રહણ હોવાથી મંદિરના શિખર પર બપોરે 12:30 કલાક બાદ ધ્વજારોહણ થઈ શકશે નહીં. તા. 8-9-2025થી આરતી-દર્શનનો સમય રાબેતા મુજબનો રહેશે...

Latest Stories