Connect Gujarat
ગુજરાત

દ્રારકા : કોંગ્રેસના ન'કામા નેતાઓને ભાજપને આપી દો : રાહુલ ગાંધી

ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી પહેલાં કોંગ્રેસના નેતાઓ ચિંતન કરવા માટે દ્વારકામાં એકત્ર થયાં છે ત્યારે તેમનો ઉત્સાહ વધારવા રાહુલ ગાંધી દ્વારકા ખાતે આવ્યાં .....

X

ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી પહેલાં કોંગ્રેસના નેતાઓ ચિંતન કરવા માટે દ્વારકામાં એકત્ર થયાં છે ત્યારે તેમનો ઉત્સાહ વધારવા રાહુલ ગાંધી દ્વારકા ખાતે આવ્યાં .....

2017માં યોજાયેલી વિધાનસભાની ચુંટણીમાં 80 બેઠકો મેળવ્યા બાદ હવે કોંગ્રેસ વેરવિખેર થઇ ચુકી છે. નેતાઓ વચ્ચે ચાલતા આંતરિક મતભેદો કોંગ્રેસને બેઠી થવા દેતાં નથી. એક તરફ ભાજપ પ્રચંડ જન સમર્થન મેળવી રહી છે તો બીજી તરફ કોંગ્રેસ જનાધાર ગુમાવી રહી છે. કોંગ્રેસમાં નવો પ્રાણ ફુંકવા માટે દ્વારકા ખાતે ચિંતન શિબિર ચાલી રહી છે જેમાં શનિવારના રોજ પુર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ હાજરી આપી હતી. રાહુલ ગાંધીએ દ્વારકાધીશના દર્શન કરી ગુજરાતમાં કોંગ્રેસના વિજય માટે પ્રાર્થના કરી હતી.

ગુજરાતમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચુંટણી યોજવા જઇ રહી છે ત્યારે કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા પ્રયાસ કરી રહી છે. જે પ્રકારે કોંગ્રેસના નેતાઓમાં ભાજપમાં જોડાવાની હોડ ચાલી રહી છે તેના પર રાહુલ ગાંધીએ કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના જે નેતાઓ એસીમાં બેસી રહે છે તેમને પેક કરીને ભાજપને આપી દો.. ભાજપવાળાઓ તમે પણ આવા જેટલા નેતાઓ જોઇએ તેટલા લઇ જાવ... કોંગ્રેસમાં જે લોકો કામ કરે છે તેમને આગળ આવવા દો... રાહુલ ગાંધીએ આગેવાનો તથા કાર્યકરોને માર્ગદર્શન પુરૂ પાડયું હતું.

Next Story