કચ્છના અનેક વિસ્તારમાં નવા વર્ષના પ્રારંભે ભૂકંપના આંચકા અનુભવાયા છે.
ભૂકંપ આવતા રાપર, ભચાઉ, ગાંધીધામ સહિતના વિસ્તારોમાં ધરા ધ્રૂજી હતી.જેમાં કચ્છના ભચાઉથી 23 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું સામે આવ્યું છે. જાણવા મળ્યા પ્રમાણે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 નોંધાઈ છે.
ગુજરાતમાં 2024માં ભૂકંપના કુલ 13 આંચકા નોંધાયા છે.13 માંથી 7 આંચકામાં કચ્છમાં એપિસેન્ટર હતું.વર્ષ 2024માં 6 આંચકામાં તીવ્રતા ચારથી વધારે નોંધાઇ હતી.જેમાં 15 નવેમ્બરના 4.2ની તીવ્રતાનો આંચકો આવ્યો ત્યારે પાટણથી 13 કિલોમીટર દૂર એપિસેન્ટર હતું. નવા વર્ષના પ્રારંભે જ કચ્છમાં આવેલા ભૂકંપના પગલે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.