Connect Gujarat
ધર્મ દર્શન 

ચંદ્રગ્રહણની "અસર" : સમગ્ર દિવસ મંદિરોમાં ભક્તો નહીં કરી શકે ભગવાનના દર્શન, રાત્રે ખુલશે મંદિરના દ્વાર...

આજે સમગ્ર વર્ષ 2022નું અંતિમ ચંદ્રગ્રહણ, દર્શનાથીઓ મંદિરમાં નહીં કરી શકે દર્શન

X

દિવાળી પહેલા વર્ષના અંતિમ દિવસે સૂર્ય ગ્રહણ હતું, તો દેવ દિવાળીએ વર્ષના પ્રારંભે ચંદ્રગ્રહણ છે, ત્યારે તેની અસરને લઈને રાજ્યભરના મંદિરોના દ્વાર ભક્તો અને દર્શનાથીઓ માટે દિવસભર બંધ રહ્યા છે. વહેલી સવારે આરતી કરાયા બાદ મંદિરોના દ્વારો બંધ કરવામાં આવ્યા છે, ત્યારે મંદિરોમાં આજે ભક્તો દર્શન કરી શકશે નહીં. ચંદ્રગ્રહણને લઈને આજે વહેલી સવારે 4 વાગ્યે મંદિરોમાં મંગળા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ 6:30 સુધી મંદિર ખુલ્લું રહ્યું હતું. તો ભક્તોએ વહેલી સવારે મંદિરમાં દેવી-દેવતાઓના દર્શન કર્યા હતા. ત્યારબાદ 6:30 વાગ્યે મંદિરના દ્વાર બંધ કરી દેવામાં આવ્યા હતા.

જોકે, ચંદ્રગ્રહણના કારણે રાત્રે 8:15 વાગ્યે મંદિરના દ્વાર ખુલશે. ત્યારબાદ આરતી કરાશે અને ભક્તોને દર્શન માટે 9:30 સુધી મંદિર ખુલ્લું રહેશે. આ સાથે જ આવતીકાલથી ભક્તો માટે રાજ્યભરના મંદિરોમાં દર્શનનો સમય રાબેતા મુજબ કરવામાં આવશે.

Next Story