ગુજરાતની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીમાં કર્મચારીઓ હવે બે શિફ્ટમાં કામ કરશે

New Update

ગુજરાતમાં હવેથી તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓ બે શિફ્ટમાં કામ કરશે. હવેથી દરેક ઓફીસમાં અરજીકર્તાઓને બે શિફ્ટના ટોકન અપાશે. જેમનો નંબર એ જ દિવસે ન આવે તો તેઓને આગળના દિવસે કેરી ફોરવર્ડ કરાશે. આ અંગે સ્ટેમ્પના અધિક્ષક અને નોંધણીના મહાનિરીક્ષક દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે. તમને જણાવી દઇએ કે, કામનું ભારણ અને કામો અટવાતા હોવાથી આ મહત્વનો નિર્ણય લેવાયો છે.

Advertisment

પરિપત્ર અનુસાર, હવેથી તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં સવારના 10:30થી બપોરના 2 વાગ્યા સુધી એક શિફ્ટ શરૂ રહેશે અને બપોરના 2:30 વાગ્યાથી સાંજના 5:30 વાગ્યા સુધી બીજી શિફ્ટ રહેશે. પહેલી શિફ્ટમાં ઇશ્યુ કરેલા ટોકનનું કામ હવેથી બીજી શિફ્ટમાં નહીં લેવાય. જે શિફ્ટમાં ટોકન ઇશ્યુ થયું હોય તે જ શિફ્ટમાં હવેથી બીજા દિવસે કામ લેવાશે. ગાંધીનગરમાં અગાઉ અલગ-અલગ ત્રણ સ્લોટમાં દસ્તાવેજો નોંધાતા હતા ત્યારે બંને શિફ્ટમાં ત્રણેય સ્લોટમાં અલગ-અલગ કર્મચારીઓ કામ કરે તેવી વ્યવસ્થા ગોઠવવાની સૂચના આપવામાં આવી હતી. આથી, ગાંધીનગર સબ રજિસ્ટ્રાર કચેરીમાં પ્રથમ શિફ્ટમાં ટોકન લેતા અરજદારો હવેથી બીજી શિફ્ટમાં દસ્તાવેજ નહીં કરાવી શકે.

Advertisment