હવે બહુ થયું..! : બનાસકાંઠાના સ્થાનિકોએ અત્યંત બિસ્માર માર્ગની “સ્મશાન યાત્રા” કાઢી અનોખો વિરોધ નોંધાવ્યો...

બનાસકાંઠાની બનાસ ડેરીથી ગઠામણ દરવાજા સુધી રોડ પર ઠેર ઠેર પડેલા મસમોટા ખાડાઓને લઈને સ્થાનિકોએ બિસ્માર માર્ગની સ્મશાન યાત્રા કાઢી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.

New Update
  • બનાસ ડેરીથી ગઠામણ દરવાજા સુધીનો માર્ગ બિસ્માર

  • માર્ગ પર પડેલા મસમોટા ખાડાને લઈ લોકો ત્રાહિમામ

  • વારંવારની રજૂઆત છતાં આંખ આડા કાન કરતું તંત્ર

  • સ્થાનિકોએ સ્મશાન યાત્રા કાઢી અનોખો વિરોધ નોંધાવ્યો

  • વિરોધ કરી રહેલા સ્થાનિકોની પોલીસે અટકાયત કરી

બનાસકાંઠાની બનાસ ડેરીથી ગઠામણ દરવાજા સુધી રોડ પર ઠેર ઠેર પડેલા મસમોટા ખાડાઓને લઈને સ્થાનિકોએ બિસ્માર માર્ગની સ્મશાન યાત્રા કાઢી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.

હાલ સમગ્ર રાજ્યમાં વરસેલા વરસાદના કારણે રસ્તા પર ઠેર ઠેર પડેલા ખાડા અને ભૂવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બિસ્માર રસ્તાના કારણે શહેરીજનો શહિત વાહનચાલકોએ પોતાનું વાહન સંભાળીને ચલાવવું પડે છે. એક ખાડાથી બચવા જાયત્યાં બીજો ખાડો મોં ફાડીને સ્વાગત કરતો હોય તેમ લોકો ખાડામાંથી વાહન ચલાવવા માટે મજબૂર બન્યા છે. તેવામાં બનાસકાંઠા શહેરમાં પણ બિસ્માર રસ્તાઓને લઈને સ્થાનિકોએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતુંજેના વિશે જાણીને તમે પણ 2 ઘડી નવાઈ પામી જશો. બનાસકાંઠાની બનાસ ડેરીથી ગઠામણ દરવાજા સુધી રોડ પર પડેલા મસમોટા ખાડાઓને લઈને સ્થાનિકોએ બિસ્માર માર્ગની સ્મશાન યાત્રા કાઢી હતી.

જેમાં ઉગ્ર સૂત્રોચ્ચાર સાથેના લઈ સ્થાનિકો સ્મશાન યાત્રામાં જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કેનગરપાલિકા છેલ્લા કેટલાય સમયથી રજૂઆતો ન સાંભળતા સ્થાનિકોએ આખરે આ પ્રકારે વિરોધ નોંધાવવા મજબૂર બન્યા હતાત્યારે વિરોધ કરી રહેલા સ્થાનિકોની પોલીસે અટકાયત કરી હતી. જોકેહાલ તો માર્ગ પર ઠેર ઠેર પડેલા ખાડાઓના સામ્રાજ્યને વહેલી તકે ખતમ કરવામાં આવે તેવી સ્થાનિકો તંત્ર સમક્ષ માંગ કરી રહ્યા છે.

Latest Stories