Connect Gujarat
ગુજરાત

ભલે, મારી વાતોથી PM મોદી નારાજ થઈ જાય, પણ તેઓ જાણે છે સાંસદની વાતમાં દમ છે : મનસુખ વસાવા

સાતપુડા પર્વત ગિરિમાળામાં રહેતા વન વિસ્તારના નાગરિકો દ્વારા ભરૂચના સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

નર્મદા જિલ્લામાં સાતપુડા પર્વત ગિરિમાળામાં રહેતા વન વિસ્તારના નાગરિકો દ્વારા ભરૂચના સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ભરૂચના સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં સાતપુડા પર્વત ગિરિમાળામાં રહેતા વન વિસ્તારના નાગરિકો દ્વારા સન્માન કાર્યક્રમ યોજાયો હતો, ત્યારે સાંસદ મનસુખ વસાવાએ મંચ પરથી જિલ્લાના તમામ આદિવાસીઓના વિકાસની વાત કરી જણાવ્યુ હતું કે, ભાજપ સરકાર દ્વારા તમામ ટ્રાઇબલ વિસ્તારમાં કામો થયા છે, અને આ કામો કરાવવા માટે અમે સરકાર સાથે લડ્યા પણ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારમાં ગુજરાત અને મહારાષ્ટ્રની મુખ્ય નદી પર બ્રિજ બનાવવા, ડુંગરાળ વિસ્તારમાં સારો રસ્તો બનાવવા માટે રજૂઆતો કરી હતી. ભલે મારી વાતોથી PM નરેન્દ્ર મોદી મારાથી નારાજ થઈ જાય પણ તેઓ જાણે છે કે, સાંસદ મનસુખ વસાવાની વાતમાં કોઈ તો દમ છે જ તેવી વાત પણ સાંસદ મનસુખ વસાવાએ મંચ પરથી વાત કરી હતી. જંગલમાં થતા વાંસને ઝાડ ગણવામાં આવતું હતું. પહેલા તમે એક વાંસ કાપો તો વન વિભાગ દ્વારા પકડીને લઈ જવામાં આવતા હતા, જ્યારે હવે વાંસમાં સરકારે પરિવર્તન કરી નાખ્યું છે. એટલે હવે આદિવસી સમાજના લોકો વાંસમાંથી અનેક ચીજ વસ્તુઓ બનાવી તેને વેચીને રોજાગારી મેળવતા થયા છે. તો બીજી તરફ, કેટલાક લોકો આદિવાસીઓની જમીનો વેચાણથી લઈ તે જમીન ઉપર મોટી હોટલો બનાવે, અને અહીંના સ્થાનિકોને હોટલોમાં નોકર બનાવે છે. એટલે અહીંના લોકો આવા લોકોથી સાવધાન રહેજો બાકી સાપુતારા જેવી હાલત થશે, તેવું પણ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યુ હતું. આ પ્રસંગે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ, પૂર્વ આદિવાસી મોરચા અધ્યક્ષ સહિત અનેક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story