વલસાડ: સિવિલમાં દર્દીનું સારવાર દરમિયાન મોત બાદ પરિવારજનો હોબાળો

વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 28 વર્ષીય યુવાનનું મોત નિપજતા પરિવારજનો રોષે ભરાયા હતા,તેઓએ હોસ્પિટલની બેદરકારીથી યુવક મોતને ભેટ્યો હોવાના આક્ષેપ કર્યા હતા.

New Update

વલસાડ સિવિલ હોસ્પિટલનો બનાવ 

લીવરની બીમારીથી સારવાર હેઠળ હતો યુવક

સાત દિવસથી સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર 

ઇન્જેક્શન આપ્યા બાદ ખેંચ આવતા યુવક મોતને ભેટ્યો 

પરિવારજનોએ હોસ્પિટલની બેદરકારીનો લગાવ્યો આરોપ 

વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 28 વર્ષીય યુવાનનું મોત નિપજતા પરિવારજનો રોષે ભરાયા હતા,તેઓએ હોસ્પિટલની બેદરકારીથી યુવક મોતને ભેટ્યો હોવાના આક્ષેપ કર્યા હતા.

વલસાડના ધોબી તળાવ પશ્ચિમ પાર ખાતે રહેતા 28 વર્ષીય યુવક પરેશ વિજયભાઈ પટેલને લીવરમાં પાણી ભરાઈ જવાની સમસ્યાને લઈને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.જ્યાં તબીબી પરીક્ષણ હેઠળ તેની સાત દિવસથી સારવાર ચાલી રહી હતી,જોકે સારવાર દરમિયાન તેઓનું મોત નિપજતા યુવકના પરિવારજનોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો,અને તેઓએ આક્ષેપ કર્યો હતો કે પરેશ પટેલને ઇન્જેક્શન આપ્યા બાદ ખેંચ આવી અને તેનું મૃત્યુ થઇ ગયું હતું. તેથી હોસ્પિટલની બેદરકારીથી પરેશ મોતને ભેટ્યો હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો.જેના કારણે  સીટી પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો.અને બંને પક્ષે અરજી સ્વરૂપે ફરિયાદ લઈને પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી.

Latest Stories