પાલનપુર આબુરોડ હાઇવે પર ખેડૂતોનો ચક્કાજામ
ટોલ બુથ પર ટોલમાંથી મુક્તિ માટે ઉગ્ર માંગ
20 કિ.મી.ના અંતર સુધી ટોલ મુક્તિની માંગ
ખેડૂતોએ ટોલબુથ પાસે કર્યો ચક્કાજામ
ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ઉચ્ચારી ચીમકી
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર આબુરોડ હાઇવે પર ખેમાણા ટોલ પ્લાઝા પર ખેડૂતો અને નેશનલ હાઈવે ઓથોરિટી ચકમક જોવા મળી હતી.ખેડૂતોએ 20 કિલોમીટર સુધી ટોલ ફ્રી કરવાની માંગ સાથે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર આબુરોડ હાઇવે પર ખેમાણા ટોલ પ્લાઝા પર ખેડૂતોએ ચક્કાજામ કરીને ટોલ ફીનો વિરોધ કર્યો હતો.અને 20 કિ.મી.સુધી ટોલમાંથી મુક્તિ આપવા માટેની માંગ કરી હતી. ખેડૂતો અને નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ વચ્ચે શાબ્દિક ઘર્ષણ જોવા મળ્યું હતું.અને ખેડૂતોએ ટોલ ફી મુદ્દે આક્રમકતા બતાવી હતી.જ્યારે બીજી તરફ હાઇવે ઓથોરિટી દ્વારા સરકારની માર્ગદર્શિકામાં કોઈ ટોલ ફ્રી આપવામાં નહીં આવે તેમ જણાવ્યું હતું. ત્યારે આગામી તારીખ 18 ઓગસ્ટના રોજ મોટી સંખ્યામાં ટોલ પ્લાઝા પર ઉગ્ર વિરોધ સાથે પોતાના ઢોર છોડી દઈને ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
બીજી તરફ હાઇવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટર શૈલેન્દ્રસિંહ રાજપૂતે કહ્યું કે ગાઈડલાઈન મુજબ ટોલ ફ્રી આપવા માટેની કોઈ જ જોગવાઈ નથી આસપાસના 20 કિલોમીટરના ગામના લોકો માટે 350 રૂપિયા માસિક દરે પાસની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે,તેમજ નજીકના ગામડાઓ માટે 100 રૂપિયા માસિક દરે પાસ આપવામાં આવી રહ્યો છે.પરંતુ ખેડૂતો 20 કિલોમીટરમાં ટોલ ફ્રી કરવાની માંગ કરી રહ્યા છે,તે ટોલ ફ્રી આપી શકાય તેમ નથી.