જૂનાગઢ : ગીર પંથકમાં વન્યજીવોના ડર વચ્ચે કડકડતી ઠંડીમાં ખેતરમાં પાક રક્ષણ માટે ખેડૂતો બન્યા મજબુર

જૂનાગઢ ગીર પંથકમાં સિંહ, દીપડા, ઝરખ જેવા હિંસક પ્રાણીઓ તથા ભૂંડ, રોઝ અને હરણ જેવા પશુઓના પાક નુકસાનના ત્રાસથી ખેડૂતોની રાતની ઉંઘ ઉડી ગઈ.....

New Update
  • ગીર પંથકમાં વન્ય પ્રાણીઓનો ડર

  • ખેડૂતોના જીવ પર સર્જાયું જોખમ

  • ખેતી પાકની જોખમરૂપ રખેવાળી

  • રાતે ઉજાગરા કરીને કરે છે રખેવાળી

  • ખેતરના સેઢે ફેન્સીંગની માંગ કરતા ખેડૂતો    

જૂનાગઢ જિલ્લાના ગીર પંથકના ખેડૂતો હાલમાં કપરી સ્થિતિમાં મુકાઈ ગયા છે,એક તરફ વન્યજીવો સિંહ-દીપડાનો ડર છે તો બીજી તરફ કડકડતી ઠંડીમાં ખેતીના પાકના રક્ષણનો પ્રશ્ન ખેડૂતોને સતાવી રહ્યો છે.ત્યારે ખેડૂતો સરકાર પાસે વિનામૂલ્યે ફેન્સીંગની માંગ કરી રહ્યા છે.

જૂનાગઢ જિલ્લાના ગીર પંથક જે એશિયાઇ સિંહોનું ઘર છેત્યાંના ખેડૂતો હાલ એક કપરી અને ભયજનક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. એક તરફ કડકડતી ઠંડી છે અને બીજી તરફ સિંહદીપડાઝરખ જેવા હિંસક પ્રાણીઓ તથા ભૂંડરોઝ અને હરણ જેવા પશુઓના પાક નુકસાનના ત્રાસથી ખેડૂતોની રાતની ઉંઘ ઉડી ગઈ છે. પોતાના મોંઘા પાકને બચાવવા માટે આ ખેડૂતો હાથમાં માત્ર ટોર્ચલાકડી અને સ્વબચાવ માટેના સાધનો લઈને જીવના જોખમે રાતભર ખેતરના રખોપા કરવા મજબૂર બન્યા છે. તેમની એકમાત્ર માંગણી છે કે સરકાર દ્વારા ખેતરના સેઢે વિનામૂલ્યે તાર ફેન્સીંગ (વાડ) બનાવી આપીને તેમને આ બેવડા જોખમ સામે રક્ષણ આપવામાં આવે.

મેંદરડા તાલુકાના ડેડકયાળી ગામના ખેડૂત રમેશ કોરાટે પોતાની પીડા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "અમે છેલ્લા ઘણા વર્ષોથી નહીંપણ પેઢી દર પેઢીથી ખેતરમાં પાકના રખોપા કરીએ છીએ. ખેડૂત ખેતરમાં મગફળીનું બિયારણ વાવે ત્યારથી જ રખોપાનું કામ શરૂ થઈ જાય છે. સુવરભૂંડરોઝ અને હરણ જેવા પશુઓ ખેતરમાં આવીને પાકને ફીંદી નાખે છે.

આ નુકસાનથી બચાવવા માટે અમે રાત-દિવસ જોયા વગર ખેતરના રખોપા કરીએ છીએ.ખેતરો ગીરની મધ્યમાં આવેલા હોવાથી હિંસક પ્રાણીઓ જેવા કે સિંહ અને દીપડાના સતત આંટાફેરા રહે છેજેના કારણે ખેડૂતોમાં હંમેશા ભયનો માહોલ રહે છે. રમેશભાઈએ કહ્યું કે જ્યારે અમે ઘરેથી ખેતરે જઈએ અને ફરી સહી સલામત પાછા ઘરે પહોંચીએત્યારે જ ઘરના સભ્યોને હાશકારો થાય છે. હવે ખેતી કરવી એ જીવનું જોખમ લેવા બરાબર છે." આ પરિસ્થિતિના કારણે ખેડૂતોને પાકના ઉત્પાદનમાં પણ મોટું નુકસાન ભોગવવું પડે છે.

Junagadh Farmer

ડેડકીયાળી ગામના અન્ય એક ખેડૂત પરસોત્તમભાઈ ઢોલરીયાએ પરિસ્થિતિની ગંભીરતા સમજાવતા કહ્યું કે, "ગીર વિસ્તારના ખેડૂતો માટે રાતના સમયે ખેતરમાં રખોપા કરવા એ સીધુ જીવનું જોખમ છે. હિંસક પ્રાણીઓની અવરજવર અને પશુઓ દ્વારા પાકને થતું નુકસાનઆ બે મુખ્ય કારણો છે.ખેડૂતોને ડર એટલો બધો છે કે તેઓ એકલા ખેતરે જઈ શકતા નથી. "છ થી સાત ખેતરના ખેડૂતો ભેગા મળીનેપોતાની સાથે ટોર્ચલાકડી અને સ્વબચાવ માટે અન્ય હથિયારો લઈને રખોપા કરવા જવું પડે છે.

ગીર પંથકના ખેડૂતોની આ વેદના એક ગંભીર મુદ્દો છેજ્યાં વન્યજીવ સંરક્ષણ અને માનવ જીવન તથા ખેતીના રક્ષણ વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે.ખેડૂતોની માંગણી છે કેહાલની મોંઘવારી અને આર્થિક મુશ્કેલીઓ વચ્ચે તેઓ ફેન્સીંગનો ખર્ચ ઉઠાવી શકે તેમ નથી.જો સરકાર દ્વારા 100  ટકા સહાય સાથે તેમના ખેતરના સેઢા પર મજબૂત તાર ફેન્સીંગ કરી દેવામાં આવે તો રાત્રિના રખોપા માંથી મુક્તિ મળે અને હિંસક પ્રાણીઓના હુમલાનો ભય ઓછો થાય.તેમજ ભૂંડરોઝઅને હરણ જેવા પશુઓથી પાકને થતું નુકસાન અટકાવી શકાય.

Latest Stories