નવસારી : મોબાઇલમાં વ્યસ્ત કારચાલકે અડફેટે લેતા બાઇક સવાર પિતા-પુત્રના ઘટનાસ્થળે મોત, કારચાલકની અટકાયત...

નવસારી-મરોલી રોડ પર આવેલા સાગરા ઓવરબ્રિજ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. કારચાલક હરીશ મિસ્ત્રીએ બાઈક પર સવાર પિતા અમૃત મિસ્ત્રી અને પુત્ર હિરેન મિસ્ત્રીને અડફેટે લીધા

New Update
  • નવસારી-મરોલી રોડ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત

  • મોબાઇલમાં વ્યસ્ત કારચાલકે બાઇક ચાલકને ફંગોળ્યો

  • બાઇક પર સવાર પિતા-પુત્રનું બ્રિજ નીચે પટકાતાં મોત

  • અકસ્માત સર્જનાર કાર ચાલકની પોલીસે કરી અટકાયત

  • પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી 

નવસારી શહેરના સાગરા ઓવરબ્રિજ પર કારની ટક્કરે બાઇક સવાર પિતા અને પુત્રનું ગંભીર ઇજાના પગલે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુંજ્યારે અકસ્માત સર્જનાર કાર ચાલકની પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસારનવસારી-મરોલી રોડ પર આવેલા સાગરા ઓવરબ્રિજ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. કારચાલક હરીશ મિસ્ત્રીએ બાઈક પર સવાર પિતા અમૃત મિસ્ત્રી અને પુત્ર હિરેન મિસ્ત્રીને અડફેટે લીધા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કેબાઈક પર સવાર પિતા-પુત્રના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

બાઈકસવાર પુત્ર બ્રિજ નીચે પટકાયો હતોજેથી ગંભીર ઈજા પહોંચતા પુત્રએ જીવ ગુમાવ્યો હતો. બનાવની જાણ થતાં જ મરોલી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતોજ્યાં પોલીસે મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મરોલી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કેકારચાલક પૂરઝડપે વાહન હંકારી રહ્યો હતોઅને મોબાઈલ પર વાત કરી રહ્યો હતો. જેથી તેનો સ્ટીયરિંગ પર કાબૂ ન રહેતા સામેથી આવતી બાઇક સાથે ધડાકાભેર ટક્કર થઈ હતી. કારચાલકને સામાન્ય ઈજા પહોચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકેસારવાર બાદ પોલીસ દ્વારા કારચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Latest Stories