ભરૂચ-નર્મદા જિલ્લાની 20 કોલેજના વિધાર્થીઓ માટે એમ.કે. કોલેજ ખાતે યોજાયો પ્લેસમેન્ટ ફેર-2023

શહેરની એમ.કે.કોલેજ ખાતે પ્લેસમેન્ટ ફેર-2023નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

New Update
ભરૂચ-નર્મદા જિલ્લાની 20 કોલેજના વિધાર્થીઓ માટે એમ.કે. કોલેજ ખાતે યોજાયો પ્લેસમેન્ટ ફેર-2023
Advertisment

ભરૂચ શહેરની એમ.કે.કોલેજ ખાતે પ્લેસમેન્ટ ફેર-2023નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ભરૂચ અને નર્મદા જીલ્લાની સરકારી તેમજ અનુદાનિત કૉલેજમાં અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે પ્લેસમેન્ટ ફેર-2023નું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચની એમ.કે.કોલેજ ઓફ કોમર્સ ખાતે ભરૂચ જીલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન ધર્મેશ મિસ્ત્રી તથા સબ ઝોનલ ઓફિસર કે.ડી.પંચાલના હસ્તે કેમ્પનું ઉદ્દધાટન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ભરૂચ તેમજ નર્મદા જિલ્લાની કુલ 20 કોલેજના વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વિવિધ કંપનીઓ દ્વારા વિવિધ ફેકલ્ટીના વિધાર્થીઓની પ્રાથમિક ધોરણે પસંદગી કરવામાં આવી હતી. પ્લેસમેન્ટ ફેર-2023ને સફળ બનાવવામાં ભરૂચ-નર્મદા જિલ્લાની તમામ કોલેજના આચાર્યો સ્ટાફ દ્વારા સહકાર પ્રાપ્ત થયો હતો. એમ.કે.કોલેજ ઓફ કોમર્સના આચાર્ય તથા સ્ટાફ દ્વારા સમગ્ર કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

Latest Stories