"આગાહી" : ગુજરાત સહિતના રાજ્યોમાં સામાન્ય કરતાં વધુ ગરમી પડવાની શક્યતા..!

ઉનાળા દરમ્યાન ગુજરાત સહિતના અન્ય રાજ્યોમાં સામાન્ય કરતાં વધુ ગરમી પડવાની શક્યતા છે, એટલે કે, હિટવેવના દિવસોમાં વધારો થશે.

New Update

ઉનાળા દરમ્યાન ગુજરાત સહિતના અન્ય રાજ્યોમાં સામાન્ય કરતાં વધુ ગરમી પડવાની શક્યતા છે, એટલે કે, હિટવેવના દિવસોમાં વધારો થશે. ભારતીય હવામાન વિભાગે માર્ચથી મે મહિના સુધીના સમયગાળા દરમ્યાન ગુજરાતમાં મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાની આગાહી કરી છે.

Advertisment

હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 2 મહિનામાં પશ્ચિમ અને એનાથી નજીકના ઉત્તરના ભાગો અને પૂર્વોત્તરના હિસ્સાઓમાં અનેક સ્થળો પર મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાની ઘણી વધુ શક્યતા છે. IMD મુજબ માર્ચમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં તાપમાન સામાન્યથી વધારે રહેવાની શક્યતા છે. આ અવધિ દરમ્યાન હિંદ-ગંગાક્ષેત્રના મેદાની વિસ્તારોમાં લૂનો કહેર સામાન્યથી ઓછા રહેવાનું અનુમાન છે. ઉત્તરના મેદાની વિસ્તારોમાં જોકે, માર્ચ મહિનામાં લૂ અને ગરમ પવન ફૂંકાવાની શક્યતા નહિવત છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં લઘુતમ તાપમાન સામાન્યથી વધુ રહેવાનું અનુમાન છે. મેદાની વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડીગ્રી સેલ્સિયસથી વધુ રહેવા અને સામાન્યથી ઓછામાં ઓછું 4.5 ડીગ્રી વધુ રહેતા લૂ ફૂંકાવાની સ્થિતિ માનવામાં આવે છે. સાથે જ મહત્તમ તાપમાન સામાન્યથી 6.5 ડીગ્રી સેલ્સિયસથી વધુ રહેતા ગંભીર લૂ જાહેર કરવામાં આવે છે. ભારતમાં શિયાળામાં 44 ટકા વધુ વરસાદ નોંધાયો છે. દેશમાં ફેબ્રુઆરીમાં ભારે વરસાદની 15 ઘટના નોંધાય, જે 4 વર્ષમાં સૌથી ઓછી છે. વર્ષ 2021 અને 2020માં 18 વખત વરસાદ નોંધાયો હતો.

Advertisment