New Update
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે નારી ચોકડી નજીકથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી એમ્બ્યુલન્સ સાથે એક ઈસમની ધરપકડ કરી હતી. વિદેશી શરાબ અને એમ્બ્યુલન્સ મળીને પોલીસે રૂપિયા 7 લાખ 35 હજારનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે નારી ચોકડી નજીકથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી એમ્બયુલન્સ ઝડપી લીધી હતી. પોલીસે એમ્બ્યુલન્સના ચોરખાનામાં તલાસી લેતા વિદેશી દારૂની બોટલો નંગ 555 મળી આવી હતી. જે અંગે પોલીસે મનીષ ડાભીની ધરપકડ કરી હતી.પોલીસે વિદેશી દારૂની બોટલ નંગ 555 કિંમત રૂપિયા 2 લાખ 30 હજાર 790 અને રૂપિયા 5 લાખ કિંમતની એમ્બ્યુલન્સ મળીને કુલ રૂપિયા 7 લાખ 35 હજાર 790નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ શરુ કરી હતી.
Latest Stories