સોમનાથ: શ્રાવણ માસનો અંતિમ દિવસ અને સોમવતી અમાસનો સંયોગ,પૂર્વ CM વિજય રૂપાણીએ મહાદેવના કર્યા દર્શન

સોમનાથ જિલ્લાના અને 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ માસનો અંતિમ દિવસ અને સોમવતી અમાસના સંયોગ પર ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું.

New Update

ગીર સોમનાથ જિલ્લાના અને 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ માસનો અંતિમ દિવસ અને સોમવતી અમાસના સંયોગ પર ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. આ પ્રસંગે પૂર્વ CM વિજય રૂપાણીએ પણ સહપરિવાર સાથે સોમનાથ મહાદેવજી ના દર્શન કર્યા હતા.

ગીર સોમનાથ જિલ્લામાં આવેલ સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણના અંતિમ દિવસ અને સોમવતી અમાસ નિમિત્તે શિવભક્તોની ભારે ભીડ જોવા મળી હતી,વહેલી સવારની આરતી થી લઈને સોમનાથ મહાદેવના દર્શન અર્થે શિવભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પવિત્ર સ્થાન પર હિરણ, કપિલા અને સરસ્વતી નદીનો સંગમ થાય છે.તેથી ત્રિવેણી સંગમ પર પિતૃતર્પણનું પણ અનેરૂ મહાત્મ્ય છે,ત્યારે શુભ અવસર પર શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમમાં સ્નાન કરીને પિતૃતર્પણ પણ કર્યું હતું.અને ત્યાર બાદ ભગવાન શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું.કહેવાય છે કે ભગવાન કૃષ્ણએ 56 કોટી યાદવોના મોક્ષાર્થે અહીં તર્પણ વિધિ કરી હતી.
જ્યારે પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સહપરિવાર સોમનાથ મહાદેવના દર્શન કરીને પ્રાર્થના કરી હતી.અને સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા, જળાભિષેક કરી ધન્યતા અનુભવી હતી.
#Gujarat #CGNews #Somnath #Shravan Month #Vijay Rupani
Here are a few more articles:
Read the Next Article