Connect Gujarat
ગુજરાત

સરદાર સરોવર નર્મદા ડેમનો આજે સ્થાપના દિવસ, જવાહરલાલ નહેરૂએ 64 વર્ષ પૂર્વે નાંખ્યો હતો પાયો

ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા નર્મદા ડેમનું ખાતમુહૂર્ત 5 એપ્રિલ 1960ના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહારલાલ નહેરુએ કર્યું હતું.

X

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના આજે 64 વર્ષ પૂર્ણ થયા છે. વર્ષ 1960 ની પાંચમી એપ્રિલના રોજ દેશના પ્રથમ વડાપ્રધાન જવાલાલ નેહરુના હસ્તે સરદાર સરોવર નર્મદા ડેમનો પાયો નંખાયો હતો.

ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા નર્મદા ડેમનું ખાતમુહૂર્ત 5 એપ્રિલ 1960ના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહારલાલ નહેરુએ કર્યું હતું. જેનો આજે 64મો સ્થાપના છે. નર્મદા ડેમથી માત્ર 3 કિ.મી. દૂર સાધુ ટેકરી પર વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમાનું વડાપ્રધાને લોકાર્પણ કર્યાં પછી પ્રવાસીઓમાં નર્મદા ડેમનું આકર્ષણ જરા પણ ઘટ્યું નથી. 5 એપ્રિલના રોજ નર્મદા ડેમમાં 64 વર્ષનો થયો છે. નર્મદા ડેમના 6 દાયકા પૂરા થયા છે અને સાતમાં દાયકામાં વણથંભી સફર ચાલુ છે. નર્મદા ડેમ આજે સાચા અર્થમાં ગુજરાતની જીવાદોરી બની રહ્યો છે.દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે ડેમની ઉંચાઈ 121.92 મીટરેની વધારવાની પરવાનગી આપતા નર્મદા ડેમની મહત્તમ ઉંચાઈ 141.50 મીટર પૂર્ણ થઈ છે અને ડેમના 30 ગેટ લાગી ગયા છે. 121.92 મીટર સુધીની ઊંચાઈએ ગેટ મુકાયા છે. જેમાં 60-60ના 7 અને 60-65ના 23 ગેટ મળી કુલ 30 ગેટ લાગી ગયા છે. હવે આ દરવાજા ખોલવાથી તેમાંથી એક લાખ ક્યુસેક પાણી બહાર કાઢી શકાશે ડેમનું પાણી વેડફાઈ જતું હતું, પરંતુ હવે 30 ગેટ લાગ્યા પછી ડેમનું પાણી સિંચાઈ તેમજ વીજ ઉત્પાદનમાં વપરાય રહ્યું છે.નર્મદા ડેમ સ્થળે 200 મેગાવોટના 6 યુનિટ દ્વારા 1250 મેગાવોટ અને 50 મેગાવોટના પાંચ યુનિટના 250 મેગાવોટ મળી કુલ 1450 મેગાવોટ વીજ ઉત્પાદન દ્વારા ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને વીજળી મળી રહે છે નર્મદા ડેમનું મોટું સાહસ અને નજરાણું છે. વિશ્વની સૌથી લાંબી 458 કિ.મી.ની કેનાલ દ્વારા ગુજરાતના 4000 ગામડાઓને સિંચાઈનો લાભ મળી રહ્યો છે. 10 હજાર ગામડાઓની પીવાના પાણીનો લાભ મળે છે. રાજ્યના 15 જિલ્લાઓમાં 19 લાખ હેક્ટરમાં સિંચાઈ માટે નર્મદાના નીર પહોંચાડશે. જેને કારણે ગુજરાત અને દેશના કૃષિ ઉત્પાદનમાં વધારો થયો છે

Next Story