વિશ્વમાં માત્ર એક નર્મદા નદીની કરવામાં આવતી પરિક્રમા
પરિક્રમાવાસીઓમાં નર્મદા પરિક્રમાનું રહ્યું છે વિશેષ મહત્વ
નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે પરિક્રમાવાસીઓનું આગમન
મંદિર સંચાલકો દ્વારા જમવા-રહેવાની નિ:શુલ્ક વ્યવસ્થા કરાય
સુંદર વ્યવસ્થા બદલ પરિક્રમાવાસીઓએ આભાર વ્યક્ત કર્યો
નર્મદા તટ ઉપર અનેક આશ્રમો આવેલા છે, ત્યારે ભરૂચના ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આવતા પરિક્રમાવાસીઓ માટે મંદિર સંચાલકો દ્વારા જમવાની અને રહેવાની નિ:શુલ્ક વ્યવસ્થા કરી સેવાનો ધોધ વહેડાવવામાં આવ્યો છે.
વિશ્વમાં માત્ર એક નર્મદા નદીની પરિક્રમા થાય છે. નર્મદા પરિક્રમાનું વિશેષ મહત્વ પણ રહેલું છે, ત્યારે ભરૂચના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે પરિક્રમાવાસીઓ માટે મંદિર સંચાલકો દ્વારા રહેવાની તેમજ જમવાની તમામ સુવિધાઓ નિ:શુલ્ક કરવામાં આવતી હોય છે. નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં પરિક્રમાવાસીઓનું આગમન થતા તેઓને મંદિર સંચાલકો દ્વારા જમવા અને રહેવાની વ્યવસ્થા નિ:શુલ્ક પુરી પાડવામાં આવી રહી છે.
પરિક્રમાવાસીઓએ જણાવ્યું હતું કે, ઝાડેશ્વર નિલકંઠેશ્વર મહાદેવ મંદિરના સંચાલકો દ્વારા ઘણા વર્ષોથી અહીં આવતા તમામ પરિક્રમાવાસીઓ માટે રહેવા અને જમવાની વ્યવસ્થા ખૂબ સારી અને સુંદર રીતે કરવામાં આવે છે, ત્યારે પરિક્રમાવાસીઓએ નિલકંઠેશ્વર મહાદેવ મંદિરના સંચાલકોનો આભાર વ્યક્ત કર્યો હતો.