સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં રૂ. 1.50 કરોડની લૂંટનો મામલો સામે આવ્યો છે. જેમાં અકસ્માત થયેલી કારમાંથી 2 થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર થઈ જતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રાજ્યમાં વધુ એક મોટી લૂંટની ઘટના સામે આવી છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં રૂ. 1.50 કરોડની લૂંટ થયાની પોલીસ ફરિયાદ નોંધાય છે. જેમાં અકસ્માત થયેલી કારમાંથી 2 થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારૂઓ ફરાર થયાની જાણ ખુદ કાર ચાલકે કરી હતી. જે બાદ LCB અને SOG પોલીસની ટીમો દોડતી થઇ હતી. મળતી માહિતી અનુસાર, પ્રાંતિજ નજીક આવેલા દલાની મુવાડી વિસ્તારમાં કારનો અકસ્માત થયો હતો. જે કાર પલટી ગઇ હતી, ત્યારે કાર ચાલકે આ અકસ્માત બાદ પોલીસને જાણ કરી હતી કે, કારમાંથી 2 થેલા ભરેલા રૂ. 1.50 કરોડની લૂંટ થઈ છે. બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસની સાથે સાથે જિલ્લા પોલીસ પણ આ લૂંટને પગલે દોડતી થઇ હતી, અને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. તપાસ માટે સ્થાનિક પોલીસ ઉપરાંત LCB, SOG સ્થળ પર પહોંચી લૂંટારૂઓનું પગેરું મેળવવા માટે જિલ્લાભરમાં નાકાબંધી કરવામાં આવી છે.