Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં એક જ દિવસમાં 16 MOU સંપન્ન, રોજગારીની નવી તકો ઊભી થશે

CM ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં એક જ દિવસમાં 16 એમ.ઓ.યુ. સંપન્ન થયા હતા. જેના પરિણામે ગુજરાતમાં રૂ. 12 હજાર કરોડથી વધુના સંભંવિત રોકાણ થશે.

X

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં એક જ દિવસમાં 16 એમ.ઓ.યુ. સંપન્ન થયા હતા. જેના પરિણામે ગુજરાતમાં રૂ. 12 હજાર કરોડથી વધુના સંભંવિત રોકાણ થશે. આ રોકાણના પગલે 13 હજારથી વધુ લોકો માટે રોજગારીની નવી તકો ઉભી થશે.

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં એક જ દિવસમાં 16 એમ.ઓ.યુ. સંપન્ન થયા હતા. આ સાથે જ ગ્રોથ એન્જિન ગુજરાત વધુ રોકાણ આકર્ષશે તેવું ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યુ હતું. જોકે, આ એમ.ઓ.યુ.ના કારણે રાજ્યમાં કેમિકલ એન્ડ ડાયઝ, એગ્રોકેમિકલ્સ, સ્પેશિયાલિટી કેમિકલ્સ, ગોલ્ડ રિફાઈનિંગ એન્ડ પ્રોસેસિંગ, સેફ્ટી પ્રોટેક્ટવેર, ફૂડ વર્ક્સ, કાર્બનિક કેમિકલ્સ અને સોલાર મોડ્યુલ તથા સેલ મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં રોકાણ થશે. આ એકમો 2024-25 સુધીમાં ઉત્પાદન શરૂ કરશે તેવી ધારણા છે. આ એમ.ઓ.યુ.ના પગલે ભરૂચના દહેજ ઉદ્યોગ વસાહતમાં 5, સાણંદમાં 3, ભરૂચના ઝઘડીયામાં 3, અંકલેશ્વરના પાનોલીમાં 2 તેમજ ભીમાસર, નવસારી, અને સાયખા ઉદ્યોગ વસાહતોમાં 1-1 ઉદ્યોગ શરૂ થશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ઉદ્યોગોને આત્મનિર્ભર બનાવવા માટે ‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસિસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’ની જાહેરાત ઓક્ટોબર-2022માં કરવામાં આવી હતી, ત્યારે હવે આ રોકાણના પગલે 13 હજારથી વધુ લોકો માટે રોજગારીની નવી તકો પણ ઉભી થનાર છે.

Next Story