ગાંધીનગર : કલોલમાં દવા બનાવતી કંપનીમાં ભીષણ આગ ભભૂકી, ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા

ગાંધીનગરના કલોલ ખાતે સઈજ જીઆઇડીસીમાં આજે રવિવારે સવારે ભીષણ આગ લાગી હતી.

ગાંધીનગર : કલોલમાં દવા બનાવતી કંપનીમાં ભીષણ આગ ભભૂકી, ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા
New Update

ગાંધીનગરના કલોલ ખાતે સઈજ જીઆઇડીસીમાં આજે રવિવારે સવારે ભીષણ આગ લાગી હતી. એક દવા બનાવતી કંપનીમાં અગમ્ય કારણોસર લાગેલી ભીષણ આગના પગલે ધુમાડાના ગોટેગોટા ઉઠતા જોવા મળ્યા..

ગાંધીનગરના કલોલ ખાતે સઈજ જીઆઇડીસીમાં આજે સવારે ભીષણ આગ લાગી હતી. કલોલની સઈજ જીઆઇડીસીની એક દવા બનાવતી કંપનીમાં અગમ્ય કારણોસર લાગેલી ભીષણ આગના પગલે ધુમાડાના ગોટેગોટા ઉઠતા જોવા મળ્યા હતા. જો કે ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગને બુઝાવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. ફાયર બ્રિગેડની છ ગાડીઓ આગ ઓલવવાનાં પ્રયાસમાં લાગી ગઈ હતી.આગની તીવ્રતા જોતા કલોલ, કડી, વિજાપુર, માણસા, ગાંધીનગર, અમદાવાદની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી જઈને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી હતી. કલોલ મામલતદાર, કલોલ ટીડીઓ, ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. દવાની ફેક્ટરીમાં આગ એટલી ભીષણ છે કે દૂર દૂર સુધી આગના ધુમાડાના ગોટેગોટા દેખાઈ રહ્યા હતા.

#Connect Gujarat #BeyondJustNews #Fire Broke out #Gandhinagar #fire fighters #Kalol #Huge fire #Company Fire #pharmaceutical company
Here are a few more articles:
Read the Next Article