Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: સચિવાલયના ગૃહ વિભાગમાં ફરજ બજાવતા પટાવાળા પર ધોળાદિવસે ફાયરિંગ, ગંભીર ઇજાના પગલે નીપજયું મોત

રાજધાની ગાંધીનગર ઈન્દ્રોડા ગામ પાસે ફાયરીંગની ઘટના બની હતી. ધોળા દિવસે થયેલી ફાયરિંગની ઘટનામાં કિરણ મકવાણા નામના વ્યક્તિનું મોત નિપજ્યું છે.

ગાંધીનગર: સચિવાલયના ગૃહ વિભાગમાં ફરજ બજાવતા પટાવાળા પર ધોળાદિવસે ફાયરિંગ, ગંભીર ઇજાના પગલે નીપજયું મોત
X

રાજધાની ગાંધીનગર ઈન્દ્રોડા ગામ પાસે ફાયરીંગની ઘટના બની હતી. ધોળા દિવસે થયેલી ફાયરિંગની ઘટનામાં કિરણ મકવાણા નામના વ્યક્તિનું મોત નિપજ્યું છે. ગાંધીનગરના સેક્ટર 10 ખાતે થયેલ ખાનગી ગોળીબાર વિશે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા જ પોલીસ દોડતી થઈ હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસની કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યના પાટનગરમાં ધોળા દિવસે ફાયરીંગની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે ગાંધીનગર સેક્ટર-10 માં આવેલ બીજ નિગમની કચેરી બહાર ફાયરિંગ કર્યું હતું. અજાણ્યા બાઈક સવાર દ્વારા સાયકલ પર પસાર થઈ રહેલા કિરણ મકવાણા નામના શખ્સ પર એક રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવ્યું હતું.

આ ઘટનામાં ઇન્દ્રોડા ગામના રહેવાસી 40 વર્ષીય કિરણ મકવાણા મોત થયું છે. કિરણ મકવાણા સચિવાલયના ગૃહ વિભાગમાં પટાવાળા ની નોકરી કરી કરતા હતા. તેઓ સવારે 10 વાગ્યાની આસપાસ પોતાની સાયકલ પર નોકરી માં જઈ રહ્યા હતા. ત્યારે બિજ નિગમ પાસે તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું પોલીસે હાલ આ મામલે તપાસ ચાલુ કરી છે. અંગત અદાવત ના કારણે ફાયરિંગ કર્યું કે અન્ય કોઈ કારણ હોઈ શકે તે દિશામાં તપાસ આરંભી છે. મૃતક કિરણ મકવાણા પરિવાર માં ના 3 ભાઈઓમાં એક છે. જેમાં કિરણ મકવાણા મોટા હતા. કિરણ મકવાણાના પરિવારમાં પત્ની અને બે બાળકો છે. ઘટનાની જાણ થતાં જ પરિવારના સભ્યો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. હાલ સમગ્ર પરિવાર અને ઈન્દ્રોડા ગામમાં શોકનું વાતાવરણ ફેલાયું છે

Next Story