/connect-gujarat/media/post_banners/a05b3ce39f85a23b32439052107d0c1d4a9813606b67f6239839f6bbd169ee6b.jpg)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 28 અને 29 મેના રોજ ગુજરાત આવી રહ્યા છે. 29 મેના રોજ નડિયાદ અને અમદાવાદમાં કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. તેઓ બે દિવસના ગુજરાતના પ્રવાસ દરમ્યાન અનેક વિકાસના કાર્યો લોકાર્પણ કરશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 28 અને 29 મેના રોજ ગુજરાત આવી રહ્યા છે. 28 મેના રોજ નડિયાદ ખાતે પણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. નડિયાદ ખાતે 23454.08 લાખના ખર્ચે બનેલા 19 રહેણાંક તથા 29 બિન રહેણાંક આવાસોનું લોકાર્પણ કરશે. તેઓ નડિયાદ હેલિપેડ ગ્રાઉન્ડમાં જનસભા સંબોધન કરશે. જેમાં હજારોની સંખ્યામાં લોકોને એકત્ર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની વિગતો આપતા રાજ્યના મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે 347 કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલ રહેણાંક અને બિન રહેણાંકના કુલ 25 જિલ્લાઓમાં પોલીસ વિભાગના કાર્યોના ઇ લોકાર્પણ કરવામાં આવશે. એક સાથે આટલી મોટી સંખ્યામા પોલીસના કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. ખેડા ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાશે. પોલીસના અલગ અલગ વિભાગોની બિલ્ડીંગના લોકાર્પણ કરવામાં આવશે.