Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: કેબિનેટ બેઠક બાદ ગુજરાત સરકારની મહત્વની જાહેરાત, અધ્યાપકોના પ્રશ્નનું નિરાકરણ આવ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક યોજાઈ હતી.

X

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક યોજાઈ હતી. જેમાં અધ્યપકના અલગ અલગ મંડળના પડતર પ્રશ્નનોનું મહત્વનું નિરાકરણ આવ્યું છે.

આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક યોજાઈ હતી .રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની મીટિંગમાં અધ્યાપકના અલગ અલગ મંડળોના પડતર પ્રશ્નો નિરાકરણ લાવવામાં આવ્યા છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે કે, 1-1-2016 થી કોલેજ અધ્યાપક સ્થગિત પ્રમોશ પુનઃ સ્થાપિત કરાશે. આ સાથે 1-2-2019 ના ઠરાવની શરત 8 પણ દૂર કરવામાં આવી છે. તેમજ અધ્યાપકની સી.એસનો લાભ મળશે અને CCC+, હિન્દી, ગુજરાતી, પરીક્ષા દૂર કરાઈ છે જીતુ વાઘાણીએ ઉમેર્યું છે કે, કોલેજના અધ્યાપકોએ સાતમા પગાર પંચના લાભ તાત્કાલિક અસરથી અપાશે. તેમજ નિવૃત અધ્યાપકોના પેન્શનના લાભ આપશે. આ સાથે તેમણે જાહેરાત કરી છે કે, 1-1-2023 પછી CS હેઠળના પ્રમોશન મળવાપાત્ર હશે તેમણે પરીક્ષા પાસ કરવી પડશે. તેમજ CCC, ગુજરાતી, હિન્દી પરીક્ષાઓ પણ પાસ કરવાની રહેશે. અને જે કોલેજોમાં પ્રિન્સીપાલની જગ્યા ખાલી છે તેને પણ ભરાશે તેમજ અધ્યાપકોને સળંગ નોકરીનો ફાયદો મળશે.

Next Story