/connect-gujarat/media/post_banners/18d46d2cabce5ceda7735a49dec00096f6d58a73bbbb83d48f70322a79904a56.jpg)
છેલ્લા થોડા મહિનામાં રાજ્યમાં કરોડો રૂપિયાના ડ્રગ્સનો જથ્થો પકડવામાં આવ્યો છે. જેને લઈને કોંગ્રેસ દ્વારા આજે રાજ્યપાલ દેવવ્રત આચાર્ય ને એક આવેદનપત્ર આપી રાજ્યમાં ડ્રગ્સનો વેપાર કરતા ડ્રગ્સ પેડલર અને રાજ્યવ્યાપી નેટવર્કનું કડક હાથે ડામી દેવાની માંગ કરવામાં આવી છે
ગુજરાત એટલે ગાંધી અને સરદારની ભૂમિ કહેવાય છે. જે ભૂમિ પર દારૂ પર પાબંધી છે પરંતુ ડ્રગ્સનો વેપલો મોટા પાયે ચાલતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેને લઈને કોંગ્રેસ દ્વારા રાજ્યપાલને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં વિરોધ પક્ષ નેતા પરેશ ધાનાણી, ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા, સી.કે પટેલ, વિરજી ઠુમ્મર, શૈલેષ પરમાર, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, નિશ્ચિત,વ્યાસ અને લાખાભાઇ ભરવાડ હાજર રહ્યા હતા. આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યા છે કે રાજ્યની ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે. છેલ્લા 6 મહિનામાં ગુજરાતમાંથી 25 હજાર કરોડનું ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. આ ડ્રગ્સનો વેપલો ગુજરાત અને દેશના યુવાધનને બરબાદીના રવાડે ચઢી રહ્યા છે. ડ્રગ્સનું વધારે વેચાણ કોલેજો અને યુનિવર્સીટીમાં વહેચાતું હોય છે. તો બીજી તરફ ગુજરાતમાં દેશના સૌથી લાંબા 1640 કિમીના દરિયાકિનારા પર 144 નાના મોટા ટાપુઓ આવેલા છે, તેવી પરિસ્થિતિમાં દરિયાકિનારાની સુરક્ષા માટે માત્ર 22 મરીન પોલીસ સ્ટેશન અને ફક્ત ત્રીસ જ ઇન્ટરસેપ્ટર બોટ છે. એક મરીન પોલીસ સ્ટેશનથી સરેરાશ 72 કિમી ના દરિયા કિનારાનો વિસ્તાર સાચવવો પડી રહ્યો છે ત્યારે ડ્રગસના નેટવર્કને કડક હાથે ડામી દેવાની માંગ કરવામાં આવી છે..