Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: ભરૂચ કોંગ્રેસનાં આગેવાન મહેશ પરમાર ભાજપમાં જોડાયા,કોંગ્રેસનાં નેતૃત્વથી હતા નારાજ

જિલ્લા કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે.પૂર્વપટ્ટીના આગેવાન મહેશ પરમારે આજે ગાંધીનગર સ્થિત ભાજપ કાર્યાલય ખાતે વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો

X

ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે.પૂર્વપટ્ટીના આગેવાન મહેશ પરમારે આજે ગાંધીનગર સ્થિત ભાજપ કાર્યાલય ખાતે વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો

કોંગ્રેસમાં સંગઠનની રચનામાં કાર્યકરો અને આગેવાનોમાં નારાજગી ઉભી થતા એક પછી એક કાંગરા ખરી રહ્યા છે. ભરૂચ તાલુકાની પૂર્વ પટ્ટીના મજબૂત આગેવાન મહેશ પરમારે પણ રાજીનામુ આપતા કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો હતો ત્યારે આજરોજ મહેશ પરમાર તેમના સમર્થકો સાથે ગુજરાત પ્રદેશ ભાજપના કાર્યાલય કમલમ ખાતે ભાજપમાં જોડાયા હતા તેઓને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે ખેસ પહેરાવી પક્ષમાં આવકાર આપ્યો હતો. આ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાસહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.મહેશ પરમાર યુથ કોંગ્રેસના જિલ્લા મહામંત્રી, જિલ્લા કોંગ્રેસના મહામંત્રી, કામદાર સંગઠન ઇનટુકના જિલ્લા પ્રમુખ, જિલ્લા પંચાયતની શુકલતીર્થ બેઠકના સંયોજક રહી ચૂક્યા છે. હાલ તેઓ કોંગ્રેસમાં જિલ્લા લેબર સેલના પ્રમુખ તરીકે પણ ફરજ નિભાવતા હતા. પૂર્વ પટ્ટી પરના મજબૂત આગેવાન મહેશ પરમારે કોંગ્રેસમાંથી રાજીનામું આપી કેસરિયા કરતા કોંગ્રેસમાં ખળભળાટ મચી જવા પામ્યો છે

Next Story
Share it