ગુજરાત વિધાનસભાની છૂટની નજીક આવતા જ રાજકારણમાં ગરવામાવો આવી રહયો છે ત્યારે આજરોજ લુણાવાડાના કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતાં જ ફરી એકવાર ભાજપમાં પ્રવેશોત્સવ શરૂ થઈ ગયો છે. ખાસ કરીને કૉંગ્રેસના નેતાઓ ભાજપનો ખેસ પહેરવા લાઈનો લગાવી રહ્યા છે. એ સંજોગોમાં ભાજપે પણ પ્રવેશ માટેનું શિડયૂલ બનાવ્યું છે. એ જોતાં હાલ એવો માહોલ છે કે ભાજપમાં ઢોલ-નગારાં વાગી રહ્યાં છે, જ્યારે કોંગ્રેસના કાર્યાલયમાં કાગડા ઊડી રહ્યા છે.કોંગ્રેસના પૂર્વ નેતા અને મહિસાગર લુણાવાડાના બે ટર્મથી ચૂંટાયેલ પૂર્વ ધારાસભ્ય હીરાભાઇ પટેલ તેમના સમર્થકો સાથે આજે ભાજપમાં જોડાયા તેમજ કોંગ્રેસના પૂર્વ પ્રવકતા ભરતભાઇ દેસાઇ, સોશિયલ મીડિયાના પૂર્વ કન્વીનર રાકેશભાઇ ગોસ્વામી, એ.આઇ.સી.સી.ના પૂર્વ ડેલીગેટ પ્રશાંતભાઇ પરમાર આજે તેમના સમર્થકો તેમજ કિસાન સેનાના પ્રમુખ ભરતભાઇ પટેલ સહિત મોટી સંખ્યામાં સમર્થકો ભાજપમાં જોડાયા છે.આ પ્રસંગે હીરાભાઈ પટેલ જણાવ્યું કે કોંગ્રેસમાં કર્તવ્યનિષ્ઠ અને નિષ્પક્ષ કામ કરવા વાળાને હવે કામ કરવા દેતા નથી.ભાજપ જે જવાબદારી આપશે એ હું નિભાવીશ