Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલ સાથે નવા વર્ષે મુલાકાત કરી શુભેચ્છા પાઠવી

રાજ્યના પ્રથમ નાગરિક રાજ્યપાલ દેવવ્રત આચાર્ય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે નવા વર્ષની મુલાકાત કરી હતી

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલ સાથે નવા વર્ષે મુલાકાત કરી શુભેચ્છા પાઠવી
X

દિવાળી એટલે હિન્દુઓનો મોટો તહેવાર કહેવાય છે. ત્યારે રાજ્યના પ્રથમ નાગરિક રાજ્યપાલ દેવવ્રત આચાર્ય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે નવા વર્ષની મુલાકાત કરી હતી. રાજ્યપાલ દ્વારા મુખ્યમંત્રીને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી અને ગુજરાતીનું અને રાજ્યનું આ વર્ષ સારું થાય તેવી મંગળ કામના કરી હતી.

રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ દેવવ્રત આચાર્ય નવા વર્ષની મુલાકાત કરી હતી. વિક્રમ સંવત 2078ના નૂતન વર્ષની શુભકામનાઓનું પરસ્પર આદાન પ્રદાન કર્યું હતું અને આ નવા વર્ષમાં ગુજરાત સર્વગ્રાહી વિકાસના નવા સીમા ચિન્હો પાર કરે તથા આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની જન સહયોગથી પાર પાડનાર વર્ષ બને તેવી મંગલ કામના કરી હતી. દર સાલ મુખ્ય મંત્રી રાજ્યપાલ અને નવ વર્ષની શુભેચ્છા મુલાકાત કરતા હોય છે.

Next Story