ગાંધીનગર: સી.એમ.ની અધ્યક્ષતામાં કલેક્ટર-જિલ્લા વિકાસ અધિકારીની સંયુક્ત પરિષદ યોજાય

સી.એમ.વિજય રૂપાણીએ આપ્યું માર્ગદર્શન, ડે.સી.એમ.નિતિન પટેલ રહ્યા ઉપસ્થિત.

New Update
ગાંધીનગર: સી.એમ.ની અધ્યક્ષતામાં કલેક્ટર-જિલ્લા વિકાસ અધિકારીની સંયુક્ત પરિષદ યોજાય

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં નવ નિયુક્ત કલેકટર-જિલ્લા વિકાસ અધિકારી સહિત રાજ્યભરના કલેકટર-ડી.ડી.ઓ.ની સંયુકત એક દિવસીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સી.એમ.એ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

રાજ્યના વિવિધ જિલ્લામાં તાજેતરમાં નવ નિયુક્ત થયેલા કલેકટર-જિલ્લા વિકાસ અધિકારી સહિત રાજ્યભરના કલેકટર-ડી.ડી.ઓ.ની સંયુકત એકદિવસીય પરિષદનું ગાંધીનગરમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સી.એમ.વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મહેસૂલ મંત્રી કૌશિક પટેલ અને પંચાયત રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીએ રાજ્યના જિલ્લાઓમાં નવ નિયુક્ત થયેલા કલેકટર-જિલ્લા વિકાસ અધિકારીને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે હવે વિશ્વમાં બનતી કોઇ પણ સારી બાબતો ટેકનોલોજી-ઇન્ટરનેટ-વેબસાઇટ જેવા માધ્યમથી તરત લોકો સુધી પહોંચી જાય છે. લોકો પણ હવે આવી સારી બાબતો કે કાર્યોનો લાભ પોતાને પણ મળે તેવી અપેક્ષા સાથે ગુડ ડિલીવરીની માંગ રાખતા હોય છે. આવા બદલાયેલા સંજોગોમાં જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારીએ પોતાની આગવી સૂઝ થી કામ માથે લઇને કરવાનું દાયિત્વ નિભાવવું પડશે તો જ કાર્ય સંસ્કૃતિ વર્ક કલ્ચરમાં બદલાવ થશે તેવો મત મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવનિયુકત કલેકટર-જિલ્લા વિકાસ અધિકારીની આ પરિષદને સહચિંતન-સામૂહિક મંથન અને આગામી દિવસોમાં ગુજરાત માટે વિકાસની દિશા સૂચક ગણાવી હતી.

Read the Next Article

ભરૂચ: પરમીટ વિના ગૌ વંશનું ટ્રાન્સપોર્ટેશન કરનાર ઇસમને ગુજરાતમાં કોર્ટે પ્રથમ વખત 7 વર્ષ કેદની સજા ફટકારી

ભરૂચ જિલ્લામાં કોઈપણ જાતના પાસ પરમીટ વિના કતલ કરવા માટે ગૌવંશનું ટ્રાન્સપોર્ટેશન કરવા બાબતે ઇસ્માઈલ અઝીઝ અબ્દુલભાઈ વોરા વિરુદ્ધ ભરૂચ શહેર

New Update
Screenshot_2025-07-04-08-38-53-70_92460851df6f172a4592fca41cc2d2e6

ભરૂચ જિલ્લામાં કોઈપણ જાતના પાસ પરમીટ વિના કતલ કરવા માટે ગૌવંશનું ટ્રાન્સપોર્ટેશન કરવા બાબતે ઇસ્માઈલ અઝીઝ અબ્દુલભાઈ વોરા વિરુદ્ધ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગુનાની ટ્રાયલ સેશન્સ કોર્ટમાં ભરૂચના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં ચાલી હતી.

આ  કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર કૃણાલ ચાવડાની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી ભરૂચના પ્રિન્સિપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ આર.કે. દેસાઈએ આરોપી ઈસ્માઈલ અઝીઝ અબ્દુલભાઈ વોરાને પશુ સંરક્ષણ અધિનિયમ, ૧૯૫૪ની જોગવાઈઓ હેઠળના ગુના માટે તકસીરવાન ઠેરવી 7 વર્ષની સખત કેદની સજા તથા રૂ. ૧,૦૦,૦૦૦/- ના દંડની સજા ફરમાવતો હુકમ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા પશુ સંરક્ષણ અધિનિયમ,૧૯૫૪માં વર્ષ ૨૦૧૭માં કરવામાં આવેલા સુધારાઓ બાદ કતલ કરવા માટે ગૌવંશના ટ્રાન્સપોર્ટેશનના ગુનાના કેસમાં  ગુનેગારને ગુજરાતમાં સૌ પ્રથમ વખત ભરૂચના કેસમાં સજા થઇ છે જેના કારણે ગૌ વંશની ગેરકાયદેસર રીતે હેરાફેરી કરનાર તત્વોમાં ફફડાટ ફેલાયો છે.