Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: કોરોના વેક્સિનનો બુસ્ટર ડોઝ આપવાનો પ્રારંભ,સી.એમ.ભુપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત

રાજયમાં આજથી કોરોના રસીનો બુસ્ટર ડોઝ આપવાનીઓ શરૂઆત કરવામાં આવી છે

X

રાજયમાં આજથી કોરોના રસીનો બુસ્ટર ડોઝ આપવાનીઓ શરૂઆત કરવામાં આવી છે ત્યારે સી.એમ.ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરના અર્બન હેલ્થ સેન્ટર પર હાજરી આપી હતી

કોરોનાની ત્રીજી લહેર હાહાકાર મચાવી રહી છે ત્યારે રાજ્યમાં ફ્રન્ટલાઈન વર્કર્સ,હેલ્થ વર્કર્સ તથા 60 વર્ષથી વધુની આયુના અને અન્ય બીમારી ધરાવતા વયસ્કોને કોરોના વેક્સિનનો પ્રિકોશન ડોઝ આપવાનો આજથી પ્રારંભ થયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફ્રન્ટ લાઈન વર્કર્સ અને વરિષ્ઠ નાગરિકોને કોરોના વેક્સિન પ્રિકોશન ડોઝ આપવાના પ્રારંભ પ્રસંગે ગાંધીનગર મહાનગર પાલિકાના સેકટર-૨૯ના અર્બન હેલ્થ સેન્ટર ખાતે ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર રાજ્યમાં આવા પ્રિકોશન ડોઝ માટે પાત્રતા ધરાવતા અંદાજે 9 લાખ લોકોને આજે પ્રથમ દિવસે રાજ્યભરના 3500 રસીકરણ કેન્દ્રો પરથી અંદાજે 17 હજાર થી વધુ આરોગ્ય કર્મીઓને આ ડોઝ આપવામાં આવ્યો હતો.મુખ્યમંત્રીએ ગાંધીનગર મહાનગરપાલિકાના રસીકરણ કેન્દ્રની મુલાકાત દરમિયાન આરોગ્ય કર્મીઓ અને વેક્સિન લેનારાઓ સાથે વાતચીત કરીને પ્રોત્સાહિત કર્યા હતા.ડોઝ ક્યા વેક્સિન સેન્ટર પર મળશે, તે અંગેની માહિતી કોવિન એપ પર જ મળશે. પ્રિકોશન ડોઝ કે ત્રીજો ડોઝ લીધા પછી લાભાર્થીનું સર્ટિફિકેટ તેની જાતે જ અપડેટ થઈ જશે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે કોર્મોબિડિટીવાળા 60 કે તેનાથી વધુની ઉંમરના વૃદ્ધોને પીક્રોશન ડોઝ લેવા માટે ડોક્ટરના સર્ટિફિકેટની જરૂર નહિ પડે. જોકે આવા લોકોને પ્રિકોશન ડોઝ લેતા પહેલા ડોક્ટરની સલાહ લેવાનું કહેવામાં આવ્યું છે

Next Story