/connect-gujarat/media/post_banners/e85b3622f14f2108505f338de11dff0befffb2c922d6cd0494ae0362ea5fabcb.jpg)
રાજ્યમાં ભારે વરસાદને કારણે અનેક જિલ્લા અસરગ્રસ્ત છે તો હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે ત્યારે હવે બીજેપી મદદ માટે આગળ આવી છે. ગુજરાત ભાજપે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. આ ઉપરાંત વરસાદની સ્થિતિ મુદ્દે સીઆર પાટીલે બેઠક પણ યોજી છે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે એક વર્ચુઅલ બેઠક કરી હતી અને તમામ નેતાઓને અપીલ કરી કે લોકોની મદદ માટે ફિલ્ડમાં કાર્યરત રહે અને લોકો સુધી પહોંચે મુશ્કેલીના સમયમાં લોકોને મદદ કરો. જરૂર લાગે તો ભાજપ કાર્યાલય સંપર્ક કરે. ભાજપના મહામંત્રી, જિલ્લા પ્રમુખ, mp, mla, અને ભાજપના પદાધિકારી ,આગેવાનો સહિત 400 ઉપરાંત અગ્રણીઓ સાથે તાત્કાલિક વર્ચ્યુઅલ બેઠક લઈ તમામ સાથે પ્રવર્તમાન વરસાદ પરિસ્થિતિની ચર્ચા કરી હતી અને માહિતીનો તાગ મેળવ્યો અને ફૂડ પેકેટ તેમજ અન્ય સહાય અસરગ્રસ્તો સુધી પહોંચે તે માટે એક એક કરી તમામ જિલ્લાઓમાં અપીલ કરી છે. પ્રદેશ કાર્યાલય ખાતેથી આ બેઠક કરવામાં આવી હતી. એટલું જ નહિ તમામ પ્રભારી મંત્રીઓ પણ તાત્કાલિક તેમના જિલ્લામાં પહોંચવા કહેવામાં આવ્યું હતું. રાજ્યમાં ભારે વરસાદથી ખાના ખરાબી થઇ છે. છેલ્લા 24 કલાકમાં 7 માનવ મૃત્યુ સહિત 63 મોત થયા છે.