Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : રાજયની 10 હજારથી વધારે ગ્રામ પંચાયતોમાં 19મી ડીસેમ્બરે ચુંટણી યોજાશે

18 હજારમાંથી 10 હજાર ગામોમાં થશે ચુંટણી આજથી આચારસંહિતા આવી અમલમાં 19મીએ મતદાન અને 21મી થશે મત ગણતરી

X

ગુજરાત રાજયમાં 10 હજાર કરતાં વધારે ગ્રામ પંચાયતોમાં ચુંટણીની તારીખો જાહેર કરી દેવાય છે. ગ્રામ પંચાયતો માટે 19મીએ મતદાન અને 21મીએ મતગણતરી હાથ ધરવામાં આવશે. રાજયમાં નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતો બાદ હવે ગ્રામ પંચાયતોની ચુંટણીનો ધમધમાટ જોવા મળશે. રાજયમાં વિધાનસભાની ચુંટણી આડે હવે એક વર્ષ જેટલો સમય બાકી રહયો છે. ભાજપે ચુંટણીની તૈયારીઓ પુર્ણ કરી દીધી છે જયારે કોંગ્રેસ તેનું અસ્તિત્વ ગુમાવી રહી છે. આ ગ્રામ પંચાયતોની ચૂંટણી તમામ પક્ષો માટે સત્તાની સેમિફાઈનલ સમાન બની રહેશે. રાજ્યની 10,879 ગ્રામ પંચાયતોમાં 19 ડિસેમ્બરે બેલેટ પેપરથી મતદાન થશે અને 21 ડિસેમ્બરના રોજ મતગણતરી યોજાશે.19મી ડિસેમ્બરે સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા થશે.આમ, આ સાથે જ રાજ્યનાં કુલ 18000 ગામડાંમાંથી 10,879 ગામમાં, એટલે કે 60 ટકા જેટલાં ગામોમાં આચારસંહિતા લાગુ થઈ ચૂકી છે.

Next Story
Share it