Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: અંતે હેડ ક્લાર્કની પરીક્ષા થઈ રદ, માર્ચમાં ફરીથી લેવાશે પરીક્ષા

પેપર લીક કાંડ મામલે રાજ્યની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. ત્યારે હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવી છે. આ પરીક્ષા માર્ચમાં ફરીથી લેવાશે તેમ ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યુ હતું.

X

પેપર લીક કાંડ મામલે રાજ્યની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. ત્યારે હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવી છે. આ પરીક્ષા માર્ચમાં ફરીથી લેવાશે તેમ ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યુ હતું.

12 ડિસેમ્બરના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી પરીક્ષાનું પેપર ફૂટ્યું હતું. ત્યારે ગૌણ સેવા પસંદગી મંડળ સાથે ચર્ચા કર્યા બાદ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યાર બાદ ગૃહ રાજ્યમંત્રીએ પણ પેપરલીક થયું હોવાનો સ્વીકાર કર્યો હતો. આ મામલે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, 14 આરોપીની ધરપકડ થઈ ગઈ છે. તેમજ હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવી છે. આ પરીક્ષા માર્ચમાં ફરીથી લેવાશે. આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, જો ગૌણ સેવા પસંદગી મંડળની ભૂલ હશે તો તેની સામે પણ પગલાં લેવામાં આવશે. સાથે જ 70 પરીક્ષાર્થીઓએ પેપર લીધા હતાં તેમને પણ છોડાશે નહીં તેવું જણાવ્યુ હતું.

Next Story